Breaking News: શૂન્ય રને આઉટ થતાં વિરાટ કોહલીને ICC રેન્કિંગમાં નુક્સાન, શુભમન ગિલ નંબર-1

ICC ની લેટેસ્ટ ODI રેન્કિંગમાં વિરાટ કોહલીને નુકસાન થયું છે. જ્યારે શ્રેયસ અય્યર T20 રેન્કિંગમાં તેના અત્યાર સુધીના શ્રેષ્ઠ સ્થાન પર પહોંચી ગયો છે. વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામે શૂન્ય રન પર આઉટ થવાનું પરિણામ ભોગવ્યું છે. તેનું રેન્કિંગ નીચે ગયું છે. જ્યારે શુભમન ગિલ નંબર-1 યથાવત છે.

Breaking News: શૂન્ય રને આઉટ થતાં વિરાટ કોહલીને ICC રેન્કિંગમાં નુક્સાન, શુભમન ગિલ નંબર-1
Virat Kohli, Shubman Gill
Image Credit source: X
| Updated on: Oct 07, 2026 | 5:49 PM

લેટેસ્ટ ICC ODI રેન્કિંગમાં શુભમન ગિલનું શાસન યથાવત છે. જ્યારે વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામે શૂન્ય રન પર આઉટ થવાનું પરિણામ ભોગવ્યું છે. તેનું રેન્કિંગ નીચે ગયું છે. તે અગાઉના રેન્કિંગમાં બીજા ક્રમે હતો, આ અઠવાડિયે એક સ્થાન નીચે ઉતરી ત્રીજા ક્રમે આવી ગયો છે. દરમિયાન, T20 રેન્કિંગમાં શ્રેયસ અય્યર માટે સારા સમાચાર છે, જેણે એક જ વારમાં 18 ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.

વિરાટને નુકસાન, ગિલ નંબર 1 પર યથાવત

ચાલો પહેલા ODI રેન્કિંગ પર નજર કરીએ , જ્યાં શુભમન ગિલ 841 રેટિંગ પોઈન્ટ સાથે નંબર 1 પર યથાવત છે. વિરાટ કોહલી 781 રેટિંગ પોઈન્ટ સાથે આ અઠવાડિયે નંબર 3 પર સરકી ગયો છે. ગયા અઠવાડિયે નંબર 3 પર રહેનાર ન્યૂઝીલેન્ડનો ડેરિલ મિશેલ એક સ્થાન આગળ વધીને નંબર 2 પર પહોંચી ગયો છે. તેના રેટિંગ પોઈન્ટ 794 છે. રોહિત શર્મા ODI રેન્કિંગમાં 770 રેટિંગ પોઈન્ટ સાથે નંબર 4 પર યથાવત છે.

કેએલ રાહુલની ટોપ 10 માં એન્ટ્રી

લેટેસ્ટ ICC ODI રેન્કિંગમાં ભારતના ચાર બેટ્સમેન છે, જેમાંથી ત્રણ ટોપ-5 માં છે. આ અઠવાડિયે ટોપ 10 માં કેએલ રાહુલની એન્ટ્રી થઈ છે. કેએલ રાહુલ 11મા ક્રમેથી એક સ્થાન આગળ વધીને 10મા ક્રમે પહોંચી ગયો છે. કેએલ રાહુલના રેટિંગ પોઈન્ટ 653 છે.

શ્રેયસ અય્યરે 18 ખેલાડીઓને પાછળ છોડી દીધા

શ્રેયસ અય્યરે લખનૌમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20માં માત્ર 43 બોલમાં 102 રન બનાવ્યા હતા. અય્યરને ICC T20 રેન્કિંગમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની સદીનો ઘણો ફાયદો થયો છે. લેટેસ્ટ T20 રેન્કિંગમાં શ્રેયસ અય્યરે 18 ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. શ્રેયસ અય્યર 25મા સ્થાનથી સાતમા સ્થાને પહોંચી ગયો છે.

Breaking News: નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અફવા સાબિત થઈ

Published On - 5:41 pm, Wed, 7 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.