
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ઐતિહાસિક એશિયા કપ 2025 મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફાઈનલ મેચની બધી ટિકિટો પહેલાથી જ વેચાઈ ગઈ છે. આ દરમિયાન, દુબઈ પોલીસે ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકતી એડવાઈઝરી જારી કરી છે. તેમણે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી અને દંડની પણ જાણકારી આપી છે. દુબઈ પોલીસે પ્રતિબંધિત વસ્તુઓની યાદી પણ જાહેર કરી છે.
દુબઈ પોલીસે એશિયા કપ 2025 ફાઈનલમાં હાજરી આપનારા ચાહકો માટે એડવાઈઝરી જારી કરી છે. દુબઈ પોલીસે ચાહકોને નિર્ધારિત મેચ શરૂ થવાના સમયના (ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે) ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા સ્ટેડિયમમાં પહોંચવાની સલાહ આપી છે.
#News | Dubai ESC Affirm Stadium Security Readiness Ahead of Asia Cup Title Decider
Details:https://t.co/NAUQpcOmvK#EventsSecurityCommittee#AsiaCupCricket2025 #YourCommitmentisHappiness pic.twitter.com/RBUZAQ2EXt
— Dubai Policeشرطة دبي (@DubaiPoliceHQ) September 27, 2025
પ્રતિ ટિકિટ ફક્ત એક જ વ્યક્તિને પ્રવેશની મંજૂરી છે અને ફરીથી પ્રવેશની કોઈ શક્યતા નથી, તેથી મેચ દરમિયાન સ્ટેડિયમની બહાર નીકળનાર કોઈપણ ચાહકને ફરીથી પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. ચાહકોને તમામ માર્ગદર્શિકાનું પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે. સત્તાવાર વેબસાઈટ પર પ્રતિબંધિત વસ્તુઓની સૂચિ પણ પોસ્ટ કરવામાં આવી છે, કારણ કે ભારતીય અને પાકિસ્તાની ચાહકો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની અંદર ધ્વજ, બેનરો અથવા ફટાકડા લઈ જઈ શકતા નથી.
દરમિયાન, દુબઈ પોલીસે જાહેરાત કરી છે કે આ પ્રતિબંધિત વસ્તુઓ લઈ જતા પકડાયેલા કોઈપણ વ્યક્તિને ₹1.2 લાખથી ₹7.24 લાખનો દંડ તેમજ ત્રણ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે. વાતાવરણને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનારા ચાહકોને ₹2.41 લાખથી ₹7.24 લાખ સુધીનો દંડ થઈ શકે છે. એશિયા કપ ફાઈનલ માટે ખાસ ટીમ તૈનાત કરવામાં આવી રહ્યા છે.
ફટાકડા, ફ્લેયર, લેસર પોઈન્ટર, કોઈપણ ખતરનાક વસ્તુઓ, તીક્ષ્ણ વસ્તુઓ, શસ્ત્રો, ઝેરી પદાર્થો, રીમોટથી નિયંત્રિત ઉપકરણો, મોટી છત્રીઓ, કેમેરા ટ્રાઈપોડ, સેલ્ફી સ્ટીક અને બિનસત્તાવાર ફોટોગ્રાફ, આયોજક દ્વારા મંજૂર ન હોય તેવા બેનરો અને ધ્વજ, પાળતુ પ્રાણી, સાયકલ, સ્કેટબોર્ડ, સ્કૂટર અને કાચનાં વાસણો પર તિબંધ લાદવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Breaking News : સૂર્યકુમાર યાદવ દોષિત જાહેર, ICCએ ફટકાર્યો દંડ, એશિયા કપ ફાઈનલમાં નહીં રમે?
Published On - 5:44 pm, Sun, 28 September 25