AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારત પહેલીવાર આયર્લેન્ડ સામે હાર્યું, T20 શ્રેણી પણ ગુમાવી, આ છે શરમજનક હારનું કારણ

IND vs IRE: આયર્લેન્ડ સામેની પહેલી T20Iમાં ભારતનો કારમો પરાજય થયો. ટીમ ઈન્ડિયા 183 રનના આયર્લેન્ડના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહી. અભિષેક શર્મા સિવાય, અન્ય કોઈ ભારતીય બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નહીં અને પહેલીવાર આયર્લેન્ડ સામે ભારતની હાર થઇ હતી.

Breaking News: ભારત પહેલીવાર આયર્લેન્ડ સામે હાર્યું, T20 શ્રેણી પણ ગુમાવી, આ છે શરમજનક હારનું કારણ
india lost to irelandImage Credit source: AI
| Updated on: Jun 26, 2026 | 10:02 PM
Share

એક તરફ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા હતી અને બીજી તરફ નબળી આયર્લેન્ડ ટીમ હતી. પછી કંઈક એવું થયું જેની ભાગ્યે જ કોઈ ભારતીય ચાહકે કલ્પના કરી હશે. બેલફાસ્ટમાં રમાયેલી પહેલી T20 મેચમાં આયર્લેન્ડે ભારતને હરાવ્યું. આશ્ચર્યજનક વાત એ છે કે આયર્લેન્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલીવાર ભારતને હરાવ્યું.

ભારત સામે આયર્લેન્ડની પહેલી જીત

આયર્લેન્ડની જીતના હીરો તેના કેપ્ટન લોર્કન ટકર અને તેના બોલરો હતા. મેથ્યુ હેલાર્ડ અને જય મુન્દ્રા હતા, જેઓ તેમની પહેલી મેચ રમી રહ્યા હતા, બંનેએ મળીને અડધી ભારતીય ટીમને આઉટ કરી દીધી. પરિણામે, ટીમ ઈન્ડિયા પહેલી T20 મેચ હારી ગઈ અને હવે તેઓ બે મેચની શ્રેણી જીતી શકશે નહીં. જો ટીમ ઈન્ડિયા આગામી મેચ જીતી જાય તો પણ શ્રેણી 1-1 થી ડ્રો રહેશે.

ભારતની હારના 5 મુખ્ય કારણો

ચાલો હવે તમને જણાવીએ કે વિશ્વની નંબર 1 T20 ટીમ ભારત આયર્લેન્ડ જેવી ટીમ સામે કેવી રીતે હારી ગયું. 182 રનના જવાબમાં ભારત ફક્ત 148 રનમાં સમેટાઈ ગયું.

બેલફાસ્ટની પિચ

ભારતની હારનું સૌથી મોટું કારણ બેલફાસ્ટની પિચ હતી, જે બીજી ઇનિંગમાં એકદમ બદલાઈ ગઈ હતી. બીજી ઇનિંગમાં પિચ ગ્રીપ કરવા લાગી. બોલ પિચ પર પડીને રોકવા લાગી (ધીમી થઈ ગઈ), બોલ બેટ પર યોગ્ય રીતે આવ્યો નહીં, જેના પરિણામે ભારતીય બેટ્સમેન તેમાં ફસાઈ ગયા.

અભિષેક સિવાય તમામ બેટ્સમેન ફ્લોપ

અભિષેક શર્મા સિવાય બીજા કોઈ બેટ્સમેન મુક્તપણે રમવાનો પ્રયાસ કરતા નહોતા. સંજુ સેમસન, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર જેવા બેટ્સમેન નિષ્ફળ ગયા. તિલક વર્મા પણ ખૂબ જ ખરાબ શોટ રમીને આઉટ થઈ ગયો.

આયર્લેન્ડની સમજદાર બોલિંગ

આયર્લેન્ડના બોલરોએ પિચ સારી રીતે સમજી લીધી. ખાસ કરીને ડેબ્યુ કરનાર બે ખેલાડીઓ,જય મુન્દ્રા અને મેથ્યુ હોલાર્ડે ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા. હોલાર્ડે અને મુન્દ્રાએ બે-બે વિકેટ લીધી. ડાબોડી સ્પિનર ​​હમ્ફ્રીસે 38 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

ભારતની ખરાબ બોલિંગ

ભારતની બોલિંગ ખૂબ જ નબળી હતી. ખાસ કરીને પ્રસિદ્ધ કૃષ્ણાએ આયર્લેન્ડને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં કોઈ કસર છોડી ન હતી. તેણે ચાર ઓવરમાં 57 રન આપ્યા. વોશિંગ્ટન સુંદરે એક જ ઓવરમાં 19 રન આપ્યા હતા.

ટીમ ઈન્ડિયાએ કુલ ત્રણ કેચ છોડ્યા

ભારતની ફિલ્ડિંગ પણ ખૂબ જ નબળી હતી. ટીમ ઈન્ડિયાએ કુલ ત્રણ કેચ છોડ્યા. આમાંથી એક કેચ અભિષેક શર્માએ છોડ્યો હતો જે ગેરેથ ડેલાનીનો હતો. તેને એક રન પર જીવનદાન મળ્યું અને આ ખેલાડીએ 32 બોલમાં 49 રન બનાવ્યા હતા.

Breaking News: અભિષેક શર્માએ આયર્લેન્ડ સામે રેકોર્ડબ્રેક અડધી સદી ફટકારી, ફક્ત આટલા બોલમાં ઈતિહાસ રચ્યો

Follow Us
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
g clip-path="url(#clip0_868_265)">