Breaking News: વર્લ્ડ કપ જીત્યા બાદ ફરી પહેલી જ T20 માં હાર, આયર્લેન્ડ પહેલા આ ટીમે ભારતને આપ્યો હતો ઝટકો

વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ પહેલી જ T20 મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો. આયર્લેન્ડે 34 રને હરાવીને ઈતિહાસ રચ્યો અને સાથે જ બે વર્ષ જૂની કડવી યાદો પણ તાજી કરી દીધી. 2024 માં પણ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારત પોતાની પહેલી જ મેચમાં હાર્યું હતું.

Breaking News: વર્લ્ડ કપ જીત્યા બાદ ફરી પહેલી જ T20 માં હાર, આયર્લેન્ડ પહેલા આ ટીમે ભારતને આપ્યો હતો ઝટકો
team india
Image Credit source: X
| Updated on: Jun 27, 2026 | 5:55 PM

આયર્લેન્ડ સામે ભારતીય ટીમની હાર માત્ર એક સામાન્ય પરાજય નથી, પરંતુ વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ફરી એ જ ભૂલ કરવાનો પ્રસંગ બની ગઈ છે. આયર્લેન્ડે બેલફાસ્ટમાં શાનદાર રમત બતાવીને ભારતને 34 રનથી હરાવ્યું અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત સામે પોતાની પ્રથમ જીત નોંધાવી.

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ પહેલી જ મેચમાં હાર

2026 માં સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારત IPL ને કારણે લાંબા વિરામ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા મેદાનમાં ઉતર્યું હતું. નવા કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ ટીમે નવી શરૂઆત કરી, પરંતુ શરૂઆત જીત સાથે નહીં, હાર સાથે થઈ.

2024 માં વર્લ્ડ કપ જીત્યા બાદ ઝિમ્બાબ્વે સામે હાર્યું

આ ઘટના 2024ની યાદ અપાવે છે. ત્યારે રોહિત શર્માની કેપ્ટનશીપમાં વર્લ્ડ કપ જીત્યા બાદ ભારત ઝિમ્બાબ્વે પ્રવાસે ગયું હતું. સિનિયર ખેલાડીઓને આરામ અપાતા શુભમન ગિલ પ્રથમ વખત કેપ્ટન બન્યો હતો, પરંતુ તેની આગેવાનીમાં ભારત પહેલી જ T20માં 13 રનથી હારી ગયું હતું.

 

ભારતે જોરદાર વાપસી કરી 4-1થી શ્રેણી જીતી હતી

જોકે, બંને પરિસ્થિતિમાં મોટો ફરક પણ છે. 2024 માં ભારતે પાંચ મેચની શ્રેણીમાં જોરદાર વાપસી કરીને 4-1થી શ્રેણી જીતી લીધી હતી. જ્યારે હાલની શ્રેણી માત્ર બે મેચની હોવાથી ભારત પાસે હવે શ્રેણી જીતવાનો મોકો નથી, માત્ર બીજી મેચ જીતીને 1-1ની બરાબરી કરવાનો જ અવસર છે.

આયર્લેન્ડ સામે શ્રેણી ગુમાવવાની સ્થિતિ સર્જાઈ

આ વખતની હાર વધુ ગંભીર માનવામાં આવી રહી છે કારણ કે ભારતીય ટીમમાં મોટાભાગના અનુભવી અને વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓ હાજર હતા. હવે બીજી T20 ભારત માટે ‘કરો યા મરો’ જેવી બની ગઈ છે. જો ટીમ મજબૂત વાપસી નહીં કરે તો આયર્લેન્ડ સામે શ્રેણી ગુમાવવાની શરમજનક સ્થિતિ સર્જાઈ શકે છે, જે ભારતીય ક્રિકેટ માટે મોટો ઝટકો ગણાશે.

FIFA World Cup 2026: 5 લાખની વધુ વસ્તી ધરાવતા દેશે રચ્યો ઈતિહાસ, નોકઆઉટમાં પહોંચનાર વિશ્વનો સૌથી નાનો દેશ બન્યો

Follow Us