
કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ સ્ટેડિયમમાં અંદાજે 12 વર્ષ પછી ભારતીય ક્રિકેટ ટીમ રમવા જઈ રહી છે. ગુરુવાર 16 જુલાઈના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ મેદાન પર વનડે સીરિઝની બીજી મેચ રમાશે. સીરિઝમાં 1-0ની લીડ લઈ ચૂકેલો કેપ્ટન શુભમન ગિલની ભારતીય ટીમની પાસે સતત બીજી વખત જીત સાથે કબજો કરવાની તક છે. તો ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસે ઈંગ્લેન્ડમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્સમેન બનવાની તક છે. જેનાથી તેમને માત્ર 4 રનની જરુર છે.
બર્મિંગહામમાં વનડે સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમને જીત તો મળી પરંતુ તેમાં વિરાટ કોહલીના બેટમાંથી વધારે રન આવ્યા ન હતા. માત્ર 5 રન આવ્યા હતા અને જોફ્રા આર્ચના બોલ પર એલબીડબલ્યુ આઉટ થઈ પવેલિયન ફર્યો હતો. ત્યારે વિરાટ કોહલીના હાથ ગત્ત મેચમાં ઈંગ્લેન્ડમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટ્સમેનનો રેકોર્ડ તોડવાની તક હતી. જે હવે નથી.
બર્મિગહામમાં જે ન થઈ શક્યું તેના માટે હવે વિરાટ કોહલી પાસે કાર્ડિફમાં તક છે. આ મેદાન પર વિરાટ કોહલી જ્યારે બેટિંગ માટે ઉતરશે. તો માત્ર 4 રન જ તેમણે ઈંગ્લેન્ડમાં નંબર-1 ભારતીય બેટ્સમેન બનાવવા માટે પુરતા છે. આવું કરવા પર તે પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડી નાંખશે. જે દેશમાં સૌથી સફળ ભારતીય બેટ્સમેન રહ્યો છે.
દ્રવિડે ઈંગ્લેન્ડમાં 3 ફોર્મેટમાં કુલ 56 ઈનિગ્સમાં બેટિંગ કરી અને 2645 રન બનાવ્યા છે. તેમણે 8 સદી ફટકારી છે. જ્યારે તેની સરેરાશ 55ની રહી હતી. તો વિરાટ કોહલીએ અત્યારસુધી 74 ઈનિગ્સ રમી છે અને 40ની સરેરાશથી 2642 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ આ માત્ર 3 સદી ફટકારી બનાવ્યા છે. ત્રીજા નંબર પર સચિન તેંડુલકર છે. જેમણે 56 ઈનિગ્સમાં 2626 રન બનાવ્યા છે.
આમ તો આ એક રેકોર્ડ નથી. પરંતુ વિરાટ કોહલી કાર્ડિફમાં એક ખાસ સદી પુરી કરશે. જે SENA દેશો (સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ,ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં પોતાના 100 વનડે મેચ પુરા કરશે. તેમજ ઈંગ્લેન્ડમાં વિરાટ કોહલીની આ 35મી મેચ હશે. તેનો પ્રયત્ન એ હશે કે, આ ખાસ તક પર કાર્ડિફનું મેદાન માટે શાનદાર સાબિત થઈ શકે કારણ કે, 2014માં આ મેદાન પર રમાયેલી મેચમાં તે ખાતું પણ ખોલી શક્યો નથી.