Breaking News: વૈભવ સૂર્યવંશી બહાર, સંજુ સેમસન કરશે ઓપનિંગ, ટોસ જીતી ભારતની બોલિંગ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની અંતિમ મેચમાં ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે, જ્યારે સંજુ સેમસનનું ટીમમાં કમબેક થયું છે. ઈંગ્લેન્ડ સામે T20 શ્રેણી હારી ગયેલી ટીમ ઈન્ડિયાએ સાઉથમ્પ્ટનમાં પોતાની પ્રતિષ્ઠા બચાવવા છેલ્લી T20 મેચમાં બે ફેરફાર કર્યા હતા.

Breaking News: વૈભવ સૂર્યવંશી બહાર, સંજુ સેમસન કરશે ઓપનિંગ, ટોસ જીતી ભારતની બોલિંગ
IND vs ENG
| Updated on: Jul 11, 2026 | 7:50 PM

ઈંગ્લેન્ડ સામે T20 શ્રેણી હારી ગયેલી ટીમ ઈન્ડિયાએ છેલ્લી T20 મેચમાં આશ્ચર્યજનક નિર્ણય લીધો હતો. સાઉથમ્પ્ટનમાં પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા હતા, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ ઓપનિંગ પોઝિશનનો હતો. ટીમ ઈંન્ડિયાએ ફરી એકવાર સંજુ સેમસનને તક આપી પરંતુ યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધો હતો. વૈભવ ઉપરાંત, ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગે પણ ટીમમાં પાછો ફર્યો હતો.

ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર

પાંચ મેચની T20 શ્રેણી પહેલાથી જ હારી ગયા પછી ટીમ ઈન્ડિયા પાસે પોતાનું સન્માન અને T20 રેન્કિંગમાં નંબર વન સ્થાન જાળવી રાખવા માટે અંતિમ મેચ જીતવાનો પડકાર છે. આ આશાને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા હતા.

 

વૈભવ સૂર્યવંશી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર

પરંતુ વૈભવ સૂર્યવંશીની બાદબાકી ફેન્સ માટે ચોંકાવનારી રહી હતી. 15 વર્ષીય વૈભ સૂર્યવંશીએ શ્રેણીની બીજી મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને તેને આખી શ્રેણી રમવાની અપેક્ષા હતી, પરંતુ ત્રણ મેચમાં ખરાબ પ્રદર્શન બાદ તેને બહાર કરી દેવામાં આવ્યો હતો.

 

સુંદરને ડ્રોપ કરવામાં આવ્યો

સંજુને પ્લેઈંગ ઈલેવનમાં પાછો લાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ ઈશાન કિશન અથવા તિલક વર્માને ડ્રોપ કરવાને વધુ સારો વિકલ્પ માનવામાં આવ્યો હતો. આ શ્રેણીમાં બંને બેટ્સમેન પણ ખરાબ રીતે નિષ્ફળ રહ્યા છે, છતાં બંને ટીમમાં સામેલ છે. જ્યારે પાછલી મેચમાં બોલિંગમાં નિષ્ફળ રહેલા વોશિંગ્ટન સુંદરને પણ ડ્રોપ કરવામાં આવ્યો હતો, અને તેના સ્થાને સૂર્યાંશ શેડગેને પાછો બોલાવવામાં આવ્યો હતો.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા.

 

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

હેરી બ્રુક (કેપ્ટન), ફિલિપ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, જોશ ટંગ.

Breaking News: ઈંગ્લેન્ડમાં ટ્રાફિકજામમાં ફસાઈ ટીમ ઈન્ડિયા, સમયસર સ્ટેડિયમ ન પહોંચતા મેચમાં વિલંબ

Published On - 7:32 pm, Sat, 11 July 26

Follow Us