
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ પહેલા બોલિંગ કરશે. બંને ટીમોએ આ મહત્વપૂર્ણ મુકાબલા માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે.
આ મેચનું સૌથી મોટું આકર્ષણ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ રહ્યું. સંજુ સેમસનની જગ્યાએ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ ચાહકો અને અનેક પૂર્વ ક્રિકેટરો વૈભવને તક આપવાની માંગ કરી રહ્યા હતા, જે હવે પૂર્ણ થઈ છે.
Vaibhav Sooryavanshi is ready
Are you?
Updates ▶️ https://t.co/WYfL8tAm58 #TeamIndia | #ENGvIND pic.twitter.com/14ewj18NnF
— BCCI (@BCCI) July 4, 2026
વૈભવ સૂર્યવંશીએ આ ડેબ્યૂ સાથે ભારતીય ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. તેણે માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે. આ સાથે તેણે સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિને 1989માં પાકિસ્તાન સામે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ભારત માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
ભારતીય ટીમ મેનેજમેન્ટે સંજુ સેમસનને બહાર રાખીને વૈભવ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સેમસન છેલ્લી ત્રણ T20 આંતરરાષ્ટ્રીય ઈનિંગ્સમાં માત્ર છ રન જ બનાવી શક્યો હતો. તેના નબળા ફોર્મને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટે યુવા પ્રતિભાને તક આપવાનો નિર્ણય લીધો છે.
Presenting #TeamIndia‘s Playing XI for the 2️⃣nd T20I in Manchester
Updates ▶️ https://t.co/WYfL8tAm58 #ENGvIND pic.twitter.com/JJn13atG3W
— BCCI (@BCCI) July 4, 2026
વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, હર્ષિત રાણા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.
ફિલ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કુરન, વિલ જેક્સ, લિયામ ડોસન, આદિલ રશીદ, જોફ્રા આર્ચર, જોશ ટોંગ.
Published On - 7:22 pm, Sat, 4 July 26