
ઈંગ્લેન્ડ સામેની બીજી T20માં ભારતે 20 ઓવરમાં 190 રન બનાવ્યા હતા. ખાસ વાત એ છે કે એક સમયે ભારતે 13 ઓવરમાં 130 રન બનાવ્યા હતા અને ફક્ત બે વિકેટ ગુમાવી હતી, પરંતુ તેમ છતાં, ટીમ 200 રન સુધી પણ પહોંચી શકી ન હતી. આ ખરાબ પ્રદર્શનનું કારણ એ હતું કે 33 બોલમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ સારી શરૂઆતને સંપૂર્ણપણે બગાડી દીધી હતી. 13મી ઓવરથી 18.3 ઓવર વચ્ચે ભારતે ચાર વિકેટ ગુમાવી દીધી હતી અને આ 33 બોલમાં બેટ્સમેન ફક્ત 34 રન જ બનાવી શક્યા હતા. મતલબ કે, આ 33 બોલમાં ટીમ ઈન્ડિયાનો રન રેટ ફક્ત 6 હતો.
માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી. બંને ખેલાડીઓએ પ્રથમ પાંચ ઓવરમાં પ્રથમ વિકેટ માટે 50 રન ઉમેર્યા. ત્યારબાદ સૂર્યવંશી અને અભિષેક શર્મા 65 રનના સ્કોર સાથે આઉટ થયો. પાવરપ્લે પછી, ટીમ ઈન્ડિયાના સ્કોરને કેપ્ટન શ્રેયસ અય્યરે ઝડપથી આગળ વધાર્યો અને 22 બોલમાં 37 રન બનાવ્યા. તેણે ઈશાન કિશન સાથે મળીને ટીમનો સ્કોર 12.5 ઓવરમાં 130 રન સુધી પહોંચાડ્યો. પરંતુ આ પછી ખરાબ રમત શરૂ થઈ જેના કારણે ટીમ ઈન્ડિયા 200 રન પહેલા જ રોકાઈ ગઈ.
Abhishek Sharma – 43 (24) ⚡
Ishan Kishan – 49 (40)
Shreyas Iyer – 37 (22)
Tilak Varma – 24 (11)
Runs from the top. Firepower in the middle. A statement performance by Team India as they post 190 on the boardCan Team India defend 191?
.
.
: JioStar
.… pic.twitter.com/ayie2p11tW— Cricket Gyan (@cricketgyann) July 4, 2026
13 મી ઓવરના છેલ્લા બોલ પર, લિયામ ડોસને શ્રેયસ અય્યરને 37 રન પર કેચ પાછળ આઉટ કર્યો. ત્યારબાદ સેમ કરન શિવમ દુબે અને ઈશાન કિશનને મુક્તપણે રન કરતા અટકાવ્યા. દુબે 7 બોલમાં ફક્ત 5 રન બનાવી શક્યો, જ્યારે ઈશાન કિશન 40 બોલમાં 49 રન બનાવી આઉટ થયો. અક્ષર પટેલ પણ ફક્ત 2 રન બનાવીને રન આઉટ થયો. તિલક વર્માએ જોફ્રા આર્ચરની અંતિમ ઓવરના પહેલા ત્રણ બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગા ફટકારીને સ્કોર 190 સુધી પહોંચાડ્યો, જો તિલક ના રમ્યો હોત તો ભારત ફક્ત 175 થી 180 સુધી જ પહોંચી શક્યું હોત. તિલકએ 11 બોલમાં 24 રનની આક્રમક ઈનિંગ રમી.