Breaking News: શ્રેયસ અય્યરની બહેને કર્યું એવું કામ, સોશિયલ મીડિયા પર શરૂ થયો નવો વિવાદ

શ્રેયસ અય્યર પહેલાથી જ પોતાની કેપ્ટનશીપને લઈને વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે. એક તરફ જ્યાં ટીમ ઈન્ડિયા હજુ સુધી તેના નેતૃત્વમાં એક પણ મેચ જીતી શકી નથી. ત્યાં બીજી તરફ તેની બહેનના નિવેદનોથી તેની મુશ્કેલીમાં વધારો કરી થઈ રહ્યો છે. શ્રેયસની બહેન શ્રેષ્ઠાની એક પ્રતિક્રિયાથી મોટો વિવાદ ઉભો થયો છે.

Breaking News: શ્રેયસ અય્યરની બહેને કર્યું એવું કામ, સોશિયલ મીડિયા પર શરૂ થયો નવો વિવાદ
Shreyas Iyer sister Shresta
Image Credit source: Instagram
| Updated on: Jul 11, 2026 | 10:54 PM

ભારતની T20 ટીમના નવા કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની સફર સારી રહી નથી. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની હારથી અય્યરની કેપ્ટનશીપ પર સવાલ ઉભા થયા છે. અય્યર પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં ફસાયેલો છે, પરંતુ હવે તેમની બહેન શ્રેષ્ઠા અય્યરના નિવેદનો અને પ્રતિક્રિયાઓ પણ ભારતીય કેપ્ટન માટે મુશ્કેલી ઉભી કરી રહી છે. શ્રેષ્ઠાએ ટીમના ખેલાડીઓ વિશે અપમાનજનક ટિપ્પણીઓ ધરાવતી સોશિયલ મીડિયા પોસ્ટ પર પ્રતિક્રિયા આપ્યા પછી નવો વિવાદ ઉભો થયો છે.

શ્રેયસની બહેનનો નવો વિવાદ

શ્રેયસ અય્યરને T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવના સ્થાને આ જવાબદારી સોંપવામાં આવી હતી , અને આ જવાબદારીને વ્યાપક સમર્થન મળ્યું હતું. જોકે, આ સમર્થન ધીમે-ધીમે ઓછું થતું દેખાય છે, કારણ કે શ્રેયસની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા સતત છ T20 મેચ હારી ગઈ છે. હવે તેની બહેનના નિવેદન અને સોશિયલ મીડિયા પ્રતિક્રિયાઓ અય્યર વિરોધી ભાવનાને વેગ આપી રહી છે.

ટીમ ઈન્ડિયા વિરુદ્ધ વિવાદિત પોસ્ટ

શ્રેયસ અય્યરે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં શ્રેયસની કેપ્ટનશીપ હેઠળ મળેલી હારની તુલના વિરાટ કોહલી, રોહિત શર્મા અને એમએસ ધોની જેવા કેપ્ટનોની હાર સાથે કરી હતી, જેના કારણે વિવાદ શરૂ થઈ ગયો છે. હવે સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટથી વિવાદ શરૂ થયો છે. એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે શ્રેયસ અય્યર 10 સાપ સાથે રમી રહ્યો છે.

 

શ્રેષ્ઠાએ વિવાદિત પોસ્ટને લાઈક કરી

ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ વિશે આ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે, જેના કારણે એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે પ્લેઈંગ-11 ના અન્ય 10 ખેલાડીઓ અય્યરને સમર્થન નથી આપી રહ્યા. પરંતુ ખરો હંગામો શ્રેષ્ઠા અય્યરની કથિત પ્રતિક્રિયાને લઈને થયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રેષ્ઠાએ આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ લાઈક કરી હતી, જેનો અર્થ છે કે તે એ વાતનું સમર્થન કરી રહી છે કે શ્રેયસની કેપ્ટનશીપમાં અન્ય ખેલાડીઓ જાણી જોઈને ખરાબ રમી રહ્યા છે.

પહેલા પણ વિવાદમાં રહી ચૂકી છે

જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિવાદ વધ્યા પછી શ્રેષ્ઠાએ આ પોસ્ટ પરથી લાઈક હટાવી દીધી હતી. હવે એ કહેવું મુશ્કેલ છે કે આ બંને દાવામાં કેટલી સત્યતા છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી શ્રેષ્ઠા તેના ભાઈને સપોર્ટ આપવાના કારણે ચર્ચામાં છે. IPL 2026 દરમિયાન પણ પંજાબ કિંગ્સ સાથે સંબંધિત તેના એક વીડિયોને લઈને હંગામો થયો હતો, જેને બાદમાં હટાવવો પડ્યો હતો.

Breaking News: ODI શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી આખી સિરીઝમાંથી થયો બહાર

Follow Us