
ટીમ ઈન્ડિયા પહેલી વખત સતત 2 ટા20 સીરિઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. પહેલા આયરલેન્ડે 2-0થી ટી20 સીરિઝ ઈન્ડિયા સામે જીતી. ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે ટી20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાના સુપડા સાફ થયા હતા. ઈંગ્લેન્ડે આ સીરિઝ 4-0થી જીતી હતી. ઈંગ્લેન્ડ સામે ટી20 સીરિઝમાં સુપડા સાફ થયા બાદ ભારતીય ટીમ 3 મેચની વનડે સીરિઝ રમવાની છે.
વનડે સીરિઝની શરુઆત 14 જુલાઈથી થવા જઈ રહી છે. આ દિવસે કેપ્ટન ગિલ સાથે એક્શનમાં 2 સુપરસ્ટાર વિરાટ કોહલી અને રોહિત શર્મા જોવા મળશે. ટી20 સીરિઝમાં ખરાબ રીતે હાર મળ્યા બાદ હવે ભારતની નજર વનડેમાં આનો હિસાબ બરાબર કરવાની છે. બીસીસીઆઈએ વનડે સીરિઝ માટે સ્કવોડની જાહેરાત કરી દીધી છે. તો ચાલો એક નજર ભારત અને ઈંગ્લેન્ડ વનડે સીરિઝના શેડ્યુલ પર કરીએ તેમજ મેચ સાથે જોડાયેલી તમામ જાણકારીઓ જાણીએ.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર હર્ષિત રાણા જે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝનો ભાગ હતો. તેને ત્રીજી ટી20 દરમિયાન ઈજા થઈ હતી. આ કારણે તે આગામી 2 ટી20 સીરિઝમાં ભાગ લઈ શક્યો ન હતો. રાણાની ઈજા કેટલી ગંભીર છે, તેને લઈ કોઈ અપડેટ સામે આવ્યું નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, બીસીસીઆઈ હર્ષિત રાણાને વનડે ટીમમાંથી બહાર કરી શકે છે. તેમજ તેના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત ટુંક સમયમાં થઈ શકે છે.
કેપ્ટન શ્રેયસ અય્યર સિવાય ,સૂર્યાંશ શેડગે, વોશિગ્ટન સુંદર, અક્ષર પટેલ, ઈશાન કિશન,પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ હાલ પૂર્ણ થયેલી ટી20 સીરિઝનો ભાગ હતા. આ તમામ ખેલાડી ભારતીય વનડે સ્કવોડનો ભાગ છે.
વિરાટ કોહલીએ ભારત માટે છેલ્લી વનડે 18 જાન્યુઆરીના રોજ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. હવે માત્ર વનડેમાં એક્ટિવ છે. તેને ટીમ ઈન્ડિયા માટે મેચ રમવા માટે લાંબી રાહ જોવી પડી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝ રમતા પહેલા ભારતે અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓડીઆઈ સીરિઝ રમી હતી. આ સીરિઝ માટે કિંગ કોહલીની પસંદગી થઈ હતી પરંતુ ઈજાના કારણે તે અફઘાનિસ્તાન વિરુદ્ધ સીરિઝમાં ભાગ લઈ શક્યો ન હતો. આઈપીએલ 2026 ફાઈનલ દરમિયાન તેને ઈજા થઈ હતી. હવે ફિટનેસ ટેસ્ટ પાસ કરી ટીમમાં વાપસી કરી ચૂક્યો છે. આશા છે કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝમાં ધમાલ મચાવશે.