IND vs ENG: નોટિંગહામમાં શરમજનક હાર બાદ ગૌતમ ગંભીર સામે લાગ્યા આ ખેલાડીના નામના નારા, જુઓ Video

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી T20માં ભારતને 125 રનની કારમી હાર બાદ નોટિંગહામમાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. સ્ટેડિયમની બહાર ભારતીય ચાહકોએ હેડ કોચ ગૌતમ ગંભીરની હાજરીમાં એક ખેલાડીના સમર્થનમાં જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ટીમની સતત નિષ્ફળતા બાદ હવે પ્લેઈંગ ઈલેવનને લઈને ચર્ચા વધુ તેજ બની છે.

IND vs ENG: નોટિંગહામમાં શરમજનક હાર બાદ ગૌતમ ગંભીર સામે લાગ્યા આ ખેલાડીના નામના નારા, જુઓ Video
Gautam Gambhir
Image Credit source: X
| Updated on: Jul 08, 2026 | 8:09 PM

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી T20માં ટીમ ઈન્ડિયાને 125 રનની શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારત પાંચ મેચની શ્રેણીમાં 0-2 થી પાછળ ધકેલાઈ ગયું છે. સતત નિષ્ફળ પ્રદર્શન બાદ હવે ટીમ મેનેજમેન્ટ અને પ્લેઈંગ ઈલેવનના નિર્ણયોને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે.

ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાની સતત બીજી હાર

નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં ભારતીય ટીમની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. કેપ્ટન શ્રેયસ અય્યરથી લઈને યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી સુધી કોઈ પણ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહીં. પરિણામે આખી ટીમ માત્ર 76 રનમાં સમેટાઈ ગઈ અને ઈંગ્લેન્ડે એકતરફી જીત નોંધાવી.

ગંભીરની સામે સંજુ સેમસનના નામના સૂત્રોચ્ચાર

મેચ પૂર્ણ થયા બાદ સ્ટેડિયમની બહાર મજેદાર દૃશ્ય જોવા મળ્યું હતું. ભારતીય ટીમ બસ તરફ જઈ રહી હતી ત્યારે મોટી સંખ્યામાં હાજર ભારતીય ચાહકોએ હેડ કોચ ગૌતમ ગંભીરની સામે સંજુ સેમસનના નામના જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ચાહકોની સ્પષ્ટ માંગ હતી કે સંજુ સેમસનને ફરી પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે.

 

ગૌતમ ગંભીરે સૂત્રોચ્ચાર પર શું પ્રતિક્રિયા આપી?

જોકે, ગૌતમ ગંભીરે આ સૂત્રોચ્ચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. તે શાંતિથી ટીમ બસમાં બેસી ગયો હતો. પરંતુ ટીમના સતત ખરાબ પ્રદર્શન બાદ હવે ટીમ મેનેજમેન્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવાનું દબાણ ચોક્કસપણે વધી ગયું છે.

શું આગામી T20 માં સંજુ સેમસનની વાપસી થશે?

હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આગામી T20 માં સંજુ સેમસનની વાપસી થશે? ઈશાન કિશન સમગ્ર પ્રવાસ દરમિયાન બેટથી ખાસ પ્રભાવ પાડી શક્યો નથી. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ ફેરફાર કરે તો સંજુ સેમસનને ફરી તક મળી શકે છે. જોકે, અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ અને કોચ ગૌતમ ગંભીર પર નિર્ભર રહેશે.

Breaking News: સૌરવ ગાંગુલીની બાયોપિકનો ફર્સ્ટ લુક જોઈ ભડક્યા ચાહકો, AI સાથે કરી સરખામણી

Follow Us