Breaking News : ટીમ ઈન્ડિયાએ 5 બોલમાં બદલી નાખી ગેમ, શ્રીલંકાના હાથમાંથી જીત છીનવી લીધી

ઈન્ડિયા A ટીમે શ્રીલંકા A ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં રોમાંચક જીત મેળવી હતી. વાઈસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની સદીએ ભારત A ની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના કારણે ટીમ લડાયક સ્કોર સુધી પહોંચી શકી હતી. ત્યારબાદ ભારતીય બોલરોએ અંતિમ ઓવરોમાં જોરદાર વાપસી કરી જીત સુનિશ્ચિત કરી હતી.

Breaking News : ટીમ ઈન્ડિયાએ 5 બોલમાં બદલી નાખી ગેમ, શ્રીલંકાના હાથમાંથી જીત છીનવી લીધી
IND A vs SL A
Image Credit source: X/BCCI
| Updated on: Jun 09, 2026 | 7:49 PM

ઈન્ડિયા A એ શ્રીલંકાના ત્રિકોણીય શ્રેણી પ્રવાસની શરૂઆત પહેલી મેચમાં રોમાંચક વિજય સાથે કરી હતી. વાઈસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે યજમાન શ્રીલંકા A સામે શ્રેણીની શરૂઆતની મેચમાં ભારત A માટે શાનદાર સદી ફટકારી હતી. ત્યારબાદ બોલરોએ છેલ્લી ઘડીએ જોરદાર વાપસી કરી, માત્ર 8 રનથી જીત મેળવી. અરશદ ખાને 49મી ઓવરમાં ભારતીય ટીમ માટે ત્રણ વિકેટ ઝડપીને આ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

વૈભવ સૂર્યવંશી સસ્તામાં આઉટ

9 જૂને દામ્બુલામાં રમાયેલી આ મેચમાં બધાનું ધ્યાન 15 વર્ષીય સ્ટાર વૈભવ સૂર્યવંશી પર હતું. IPL 2026 ની સફળ સિઝન પછી તરત જ શ્રીલંકામાં આ શ્રેણી આવતા વૈભવ પાસેથી IPL જેવું જ પ્રદર્શન કરવાની અપેક્ષા રાખવામાં આવી હતી. વૈભવ સૂર્યવંશીએ IPLનો સિલસિલો ચાલુ રાખીને પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો ત્યારે તેની ઝલક દેખાઈ. જોકે, આ વખતે તે લાંબો સમય ટકી શક્યો નહીં અને 12 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો.

કેપ્ટન-વાઈસ કેપ્ટનની 150 રનની ભાગીદારી

ટીમે ફક્ત 69 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, જે બાદ કેપ્ટન તિલક વર્મા અને વાઈસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ક્રીઝ પર આવ્યા. તેમણે સાથે મળીને ટીમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢી અને 150 રનની ભાગીદારી કરી. ગાયકવાડે પોતાની શાનદાર સદી પૂર્ણ કરી, જ્યારે કેપ્ટન તિલકે ધીમી પણ લડાયક અડધી સદી ફટકારી. બંનેના આઉટ થયા બાદ આયુષ બદોની અને સૂર્યાંશ શેડગેની વિસ્ફોટક બેટિંગે ટીમને 277 સુધી પહોંચાડી.

 

શ્રીલંકન ઓપનરોની આક્રમક શરૂઆત

રનચેઝ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમના અનુભવી ઓપનરો અવિષ્કા ફર્નાન્ડો અને નિરોશન ડિકવેલાએ ઈન્ડિયા A ના બોલરો સામે આક્રમક શરૂઆત કરી અને માત્ર 16 ઓવરમાં 93 રનની ભાગીદારી નોંધાવી. જોકે, આયુષ બદોનીએ સતત બે ઓવરમાં બંનેને આઉટ કરીને શ્રીલંકાના ઓપનરોને પોવેલિયન મોકલ્યા. શ્રીલંકાએ 109 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી, અને ભારતીય ટીમ વાપસી માટે તૈયાર દેખાઈ. જોકે, ત્યારબાદ સદીરા સમરવિક્રમા અને કેપ્ટન સહાન અરાચૈઘેએ 78 રનની ભાગીદારી સાથે ઈનિંગને સ્થિર કરી.

શ્રીલંકાએ પાંચ બોલમાં ત્રણ વિકેટ ગુમાવી

જોકે ભારતીય ટીમ સમયાંતરે વિકેટ લેતી રહી, પણ જ્યાં સુધી અરાચાર્ચિગે ક્રીઝ પર હતો ત્યાં સુધી શ્રીલંકા આગળ હતું. શ્રીલંકા A ને છેલ્લી ત્રણ ઓવરમાં 17 રનની જરૂર હતી, પરંતુ અંશુલ કંબોજે 48મી ઓવરના બીજા બોલ પર અરાચાર્ચિગેને બોલ્ડ કર્યો. આમ છતાં, શ્રીલંકાની હજુ ત્રણ વિકેટ બાકી હતી અને મેચ તેમના પક્ષમાં હતી. પરંતુ પછી 49મી ઓવરમાં, અરશદ ખાને ટીમ માટે વિજય સુનિશ્ચિત કર્યો. શ્રીલંકાએ પાંચ બોલમાં ત્રણેય વિકેટ ગુમાવી દીધી અને આખી ટીમ 269 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

FIFA વર્લ્ડ કપે બનાવી જોડી… અમદાવાદના યુવક પર દિલ હારી બેઠી આર્જેન્ટિનાની યુવતી, મજેદાર છે આ લવ સ્ટોરી

Follow Us