AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો, જાણો કોનો હાથ ઉપર?

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયા પોતાની પહેલી મેચ પાકિસ્તાન સામે રમશે. આ મેચ એજબેસ્ટન મેદાન પર રમાશે. આ મેચ પહેલા ચાલો જાણીએ બંને ટીમનો સામ-સામે કેવો રેકોર્ડ છે અને હાલ કોનો હાથ ઉપર છે.

Breaking News: T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો, જાણો કોનો હાથ ઉપર?
India vs pakistanImage Credit source: X/ICC
| Updated on: Jun 10, 2026 | 5:42 PM
Share

IND W vs PAK W, T20 World Cup 2026: ક્રિકેટના સૌથી મોટા મુકાબલા ભારત vs પાકિસ્તાન માટે મેદાન તૈયાર થઈ ગયું છે. બંને ટીમો 14 જૂને ઐતિહાસિક એજબેસ્ટન મેદાન પર ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 માં આમને-સામને થશે. આ મેચ બંને ટીમો માટે ટુર્નામેન્ટનો પહેલો મુકાબલો હશે, અને તેઓ જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરવા માંગશે. જોકે, આ મેચ પહેલા ભારતીય ટીમનો હાથ ઉપર છે.

ભારત vs પાકિસ્તાન

જો આપણે ઈતિહાસ પર નજર કરીએ તો, ટીમ ઈન્ડિયા હંમેશા મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પ્રભુત્વ ધરાવે છે. પાકિસ્તાન હંમેશા ભારત સામે લાચાર દેખાય છે. પાકિસ્તાને વર્ષોથી T20 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું નથી. જોકે ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમોએ આ ફોર્મેટમાં ક્યારેય દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. આ બંને ટીમો ફક્ત ICC ઈવેન્ટ્સ, એશિયા કપ, એશિયન ગેમ્સ અથવા કોમનવેલ્થ ગેમ્સ જેવા મોટા પ્લેટફોર્મ પર જ એકબીજા સામે રમે છે.

પાકિસ્તાન સામે ભારતનો હાથ ઉપર

ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 16 T20 મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે 13 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાની ટીમે ફક્ત 3 મેચ જીતી છે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો 8 વખત એકબીજા સામે આવી છે, જેમાંથી ભારતે 6 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને ફક્ત 2 મેચ જીતી છે. છેલ્લી વખત બંને ટીમો 2024 ના T20 વર્લ્ડ કપમાં એકબીજા સામે ટકરાઈ હતી, ત્યારે ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું.

વર્લ્ડ કપનામાં બંને ટીમનો ઈતિહાસ

મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં બંને ટીમોનું પ્રદર્શન ખૂબ જ અલગ રહ્યું છે. ભારત ઘણી વખત નોકઆઉટ સ્ટેજમાં પહોંચ્યું છે, પરંતુ પાકિસ્તાન ગ્રુપ સ્ટેજથી આગળ વધવા સંઘર્ષ કરતું રહ્યું છે. ભારતીય ટીમ 2020 માં ફાઈનલમાં પહોંચી હતી અને બીજા સ્થાને રહી હતી. જોકે, 2024 ના વર્લ્ડ કપમાં બંને ટીમ ગ્રુપ સ્ટેજથી આગળ વધી શકી ન હતી. તેથી, 2026ના વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન માટે જીતની લય પાછી મેળવવાની શ્રેષ્ઠ તક છે.

Breaking News: 100 મી મેચમાં ઋતુરાજ ગાયકવાડનો ધમાકો, સદી સાથે વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
g clip-path="url(#clip0_868_265)">