હાર્દિક પંડ્યાએ પોતાનું માથું મુંડાવ્યું ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી, Video જુઓ

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા રવિવારના રોજ આંધ્ર પ્રદેશના તિરુમલા સ્થિત ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર પહોંચ્યો હતો. આ દરમિયાન તેમણે પારંપારિક સફેદ કુર્તો પહેર્યો હતો. આ વીડિયા વાયરલ થઈ રહ્યો છે.

હાર્દિક પંડ્યાએ પોતાનું માથું મુંડાવ્યું ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી, Video જુઓ
Image Credit source: AI
| Updated on: Aug 02, 2026 | 9:57 AM

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા રવિવારે 2 ઓગસ્ટના દિવસે આંધ્ર પ્રદેશના તિરુમલા સ્થિત ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર પહોંચ્યો હતો. આ દરમિયાન તેની સાથે રુમર્ડ ગર્લફ્રેન્ડ માહિકા શર્મા પણ હાજર રહી હતી. બંને સવારે આયોજિત થનારી પ્રસિદ્ધ સેવામાં ભાગ લીધો અને ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લીધા હતા. મંદિર પરિસરમાં બંનેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

હાર્દિકે માથું મુંડાવ્યું

તિરુમલા મંદિરમાં દર્શન દરમિયાન હાર્દિક પંડ્યા પારંપારિક સફેદ કુર્તો અને પાયજામો પહેતો જોવા મળ્યો હતો. તેમણે માથું મુંડાવ્યું હતુ અને માથા પર તિલક લગાવ્યું હતુ. માહિકા શર્મા પણ સફેદ પારંપારિક ડ્રેસમાં જોવા મળી હતી. બંને શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે જોવા મળ્યા હતા. મંદિરની ધાર્મિક પરંપરાઓનું પાલન કરી પુજા અર્ચના કરી હતી.

 

 

 

 

છેલ્લા કેટલાક સમયથી હાર્દિક અને માહિકા શર્મા અનેક વખત સાથે જોવા મળે છે. પરંતુ બંનેમાંથી કોઈ પણ પોતાના સંબંધને ઓફિશિયલ કર્યા નથી. તેમ છતાં બંને સાથે જોવા મળતા સતત ચર્ચાનો વિષય બને છે.

ઈજાના કારણે ક્રિકેટના મેદાનથી દુર

હાર્દિક પંડ્યા હાલમાં ઈજાના કારણે ક્રિકેટમાંથી થોડો બ્રેક લીધો છે.આવી સ્થિતિમાં, તેમના ચાહકો ભગવાનના આશીર્વાદ મેળવવા માટે તિરુપતિ બાલાજીની મુલાકાતને નવી યાત્રા અને આગામી ક્રિકેટ પડકારો પહેલાં આધ્યાત્મિક શરૂઆત તરીકે જોઈ રહ્યા છે.મંદિરમાંથી નીકળતા ફોટા પર ચાહકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે અને બંનેને શુભેચ્છાઓ મોકલી રહ્યા છે.

જલ્દી ટીમમાં પાછો ફરશે

આ સાથે તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા આઈપીએલ 2026 પછી કમરના ખેંચાણ અને બાદમાં જાંઘના સ્નાયુઓમાં ઈજાને કારણે ટીમ ઈન્ડિયાની બહાર છે. રિપોર્ટ અનુસાર હાર્દિક સંપૂર્ણ ફિટ થઈ ગયો છે અને ટીમ ઈન્ડિયામાં વાપસી માટે તૈયાર છે. બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સિલેન્સમાં તેમણે રિટર્ન ટુ પ્લે પ્રોટોકોલ પણ પૂર્ણ કર્યો છે. જે કોઈ પણ ઈજાગ્રસ્ત ખેલાડીઓ માટે વાપસી કરવા માટે જરુરી છે. આગામી સફેદ બોલની સીરિઝમાં તેનું કમબેક સંભવ છે.

આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યાનો જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.