Breaking News : ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ મહિકા અને પુત્ર સાથે ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી, જુઓ Video

ક્રિકેટર હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ માહિક શર્મા સાથે દિવાળીની ઉજવણી કરતા જોવા મળ્યો હતો. દિવાળીના ખાસ તહેવાર પર હાર્દિક અને માહિકાએ રીતિ-રીવાજ સાથે પુજા પણ કરી હતી.

Breaking News : ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ મહિકા અને પુત્ર સાથે ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી, જુઓ Video
| Updated on: Nov 08, 2026 | 12:40 PM

દેશભરમાં આજે દિવાળીની ઉજવણી થઈ રહી છે. લોકો ધામધુમથી આ પર્વનો જશ્ન મનાવી રહ્યા છે. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા શર્મા અને દીકરા અગસ્તય સાથે પારંપારિક અંદાજમાં દિવાળીની ઉજવણી કરી હતી. હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ સેલિબ્રેશનની ઝલક ચાહકો સાથે શેર કરી હતી.

હાર્દિક પંડ્યાએ દિવાળીની ઉજવણી કરી

નાની દિવાળી પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા શર્મા અને દીકરા અગસ્તયની સાથે ઘરમાં પારંપરિક રીતે પુજા -અર્ચના કરી છે. હાર્દિક પંડ્યાએ હાથમાં પુજાની થાળી અને આરતી કરતા જોવા મળ્યો હતો. તેમણે ભજન પણ ગાયા હતા. હાર્દિક પંડ્યાએ દીકરા અગસ્તય સાથે જોવા મળી રહ્યો છે. માહિકા પણ પુજામાં સામેલ જોવા મળી રહી છે. તમામ રીતિ-રીવાજથી પુજા કરી હતી. દિવાળી પુજા દરમિયાન તમામ લોક ભક્તિમાં લીન થયા હતા.

 

 

હાર્દિકે દીકરા અને માહિકા સાથે દિવાળી સેલિબ્રેશનનો ફોટો શેર કર્યો છે. જેને જોઈ તમામ ચાહકો ખુશ થયા છે. ફોટોમાં અગસ્તય પોતાના પિતા હાર્દિક અને માહિકા ને ચાંદલ્લો કરતો જોવા મળી રહ્યો છે. ફોટોમાં અગસ્ત્ય મહિકા સાથે ખાસ બોન્ડ જોવા મળી રહ્યો છે.

મહત્વની વાત એ છે કે, હાર્દિક પંડ્યા અને માહિકા બ્લુ આઉટફિટમાં ટ્વિનિંગ કરી રહ્યા છે. દિવાળીના ખાસ દિવસે હાર્દિક બ્લુ કુર્તામાં સુંદર લાગી રહ્યો છે.જ્યારે માહિકા પણ બ્લુ સુટમાં સુંદર લાગી રહી છે.

પંજાબ કિંગ્સમાં જોડાઈ શકે

IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ખેલાડીઓની અદલાબદલી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ છોડીને પંજાબ કિંગ્સમાં જોડાઈ શકે છે, જ્યારે ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળી શકે છે. આ ટ્રેન્ડ અંગે બંને ફ્રેન્ચાઇઝી વચ્ચે અંતિમ તબક્કામાં  વાત પહોંચી ગઈ છે.

હાર્દિક પંડ્યા માટે પંજાબ કિંગ્સમાં જવું એ એક મોટો ફેરફાર હશે. તેમણે છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ ટીમોનું નેતૃત્વ કર્યું છે. તેમણે બે સીઝન માટે ગુજરાત ટાઇટન્સની આગેવાની લીધી અને પછી મુંબઈ ઇન્ડિયન્સની જવાબદારી સંભાળી. જોકે, તેમને પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ આપવામાં આવે તેવી શક્યતા ઓછી છે, જેણે હજુ સુધી IPL ટાઇટલ જીત્યું નથી.

આઈપીએલ 2027ને લઈ ચર્ચામાં આવેલા હાર્દિક પંડ્યાનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.