AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Duleep Trophy 2026: દુલીપ ટ્રોફીમાં જો આવું થયું તો સિક્કો ઉછાળી વિજેતા નક્કી થશે, BCCIનો નિયમ જાણી લો

Duleep Trophy 2026 : દુલીપ ટ્રોફી 2026ની સેમિફાઈનલમાં ઈર્સ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન આમને-સામને છે. આ મેચમાં એક ચોંકાવનારી ઘટના જોવા મળી છે. જેની અસર મેચના પરિણામ પર પડી શકે છે.

Duleep Trophy 2026: દુલીપ ટ્રોફીમાં જો આવું થયું તો સિક્કો ઉછાળી વિજેતા નક્કી થશે, BCCIનો નિયમ જાણી લો
| Updated on: Sep 01, 2026 | 9:20 AM
Share

દુલીપ ટ્રોફી 2026ની પહેલી સેમિફાઈનલમાં ઈર્સ્ટ ઝોન અને ડિફેડિંગ ચેમ્પિયન સેન્ટ્રલ ઝોન વચ્ચે કાંટાની ટકકર ખુબ રોમાંચક સ્તર પર આવી ગઈ છે. સેન્ટ્રલ ઝોનની પહેલી ઈનિગ્સ 266 રન પર સમેટાયા પછી ઈશાન કિશનની કેપ્ટનશીપવાળી ઈર્સ્ટ ઝોનની ટીમ પણ પ્રથમ ઇનિંગમાં માત્ર 266 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બંને ટીમની પહેલી ઈનિગ્સનો સ્કોર બરાબર હોવાના કારણે હવે પહેલી ઈનિગ્સની લીડનો નિયમ આ મેચમાં કામ આવશે નહી. જો આ મેચ ડ્રો પર પૂર્ણ થાય છે. તો ફાઈનલમાં પહોંચનારી ટીમનો નિર્ણય સિક્કો ઉછાળી કરવામાં આવી શકે છે.

શું ટોસથી ફાઈનલિસ્ટ નક્કી થશે?

ઘરેલું ક્રિકેટમાં રેડ બોલ નોકઆઉટ ક્રિકેટમાં સામાન્ય રીતે મેચ ડ્રો રહેવા પર ઈનિગ્સમાં લીડ લેનારી ટીમ ફાઈનલમાં જાય છે. પરંતુ જ્યારે પહેલી ઈનિગ્સ ટાઈ જાય. તો બીસીસીઆઈના બીજા નિયમોનો ઉપયોગ કરી શકાય છે. પહેલો નિયમ સરેરાશ સ્કોરનો નિયમ છે. જેની ગણતરી કુલ રનને ગુમાવેલી વિકેટની સંખ્યાથી વિભાજીત કરીને કરવામાં આવે છે, પરંતુ આ માટે બીજા સ્થાને બેટિંગ કરતી ટીમે ઓછામાં ઓછી 60 ઓવર સુધી બેટિંગ કરવી પડશે.

પરંતુ ઈર્સ્ટ ઝોનની ટીમ 60 ઓવરથી પહેલા આઉટ થઈ ગઈ હતી. આ માટે સરેરાશનો નિયમ લાગુ થશે નહી. જો ચોથી ઈનિગ્સનાં અંત સુધી કોઈ પણ ટીમ જીત નોંધાવતી નથી. તો મેચ ડ્રો રહે છે. વિજેતા માટે સિક્કો ઉછાળવો પડે છે. ટુંકમાં ટોસ કરી વિજેતા નક્કી કરવામાં આવે છે.

વર્ષ 2013માં પણ આવું થયું હતુ

દુલીપ ટ્રોફીમાં ટોસથી ફાઈનલિસ્ટ નક્કી થવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા 2013-14ની સેમિફાઈનલમાં પણ આવું થયું હતુ. ત્યારે કોચ્ચિમાં ભારે વરસાદ અને ભીની પીચના કારણે નોર્થ ઝોન અને ઈર્સ્ટ ઝોનની મેચ રદ થઈ હતી. પહેલી ઈનિગ્સ પુરી ન થવાના કારણે અમ્પાયરે ટોસ કરાવ્યો હતો. જેને હરભજન સિંહની આગેવાની વાળી નોર્થ ઝોને જીતી ફાઈનલમાં એન્ટ્રી કરી હતી.

Breaking News : વૈભવ સૂર્યવંશીનું દુલીપ ટ્રોફીમાં મોટું કારનામું, માત્ર 42 બોલમાં 57 વર્ષ જુનો રેકોર્ડ તોડી ઈતિહાસ રચ્યો અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
g clip-path="url(#clip0_868_265)">