
લખનૌમાં પહેલી T20 જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે રાંચીમાં બીજી T20 રમશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પોતાની લીડ 2-0 સુધી વધારવાનો પ્રયાસ કરશે. આ મેચ રાંચીમાં યોજાશે, એટલે ઈશાન કિશન પર બધાની નજર રહેશે, કારણ કે આ તેનું હોમ ગ્રાઉન્ડ છે, અને તેણે ત્યાં ઘણી મોટી ઇનિંગ્સ રમી છે.
ચાહકોને આશા છે કે રાંચીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20માં ઈશાન કિશન સારું પ્રદર્શન કરશે અને મોટી ઇનિંગ રમશે. એક ચાહકે મેચના એક દિવસ પહેલા ઈશાન કિશનને એક ખાસ મેસેજ મોકલ્યો, જે ઈશાન કિશને પોતે વાંચ્યો પણ હતો. સ્ટાર સ્પોર્ટ્સે ઈશાન કિશનનો મેસેજ વાંચતો આ વીડિયો પોસ્ટ કર્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
એક ચાહકે ઈશાન કિશનને એક ખાસ સંદેશ મોકલ્યો, જેમાં લખ્યું હતું, “એક કચોરી, દો સમોસા, ઈશાન કિશન પર હે પૂરા ભરોસા”. મેસેજ વાંચ્યા પછી, ઈશાન કિશન હસ્યો અને આ ફેનની વાતથી સહમત પણ થયો હતો. ઈશાન કિશન પર વિશ્વાસ કરવો એ વાત વ્યાજબી છે, કારણ કે તે જોરદાર ફોર્મમાં છે. ટીમ ઈન્ડિયામાં કમબેક કર્યા પછી તે સતત રન બનાવી રહ્યો છે.
“Ek Kachori Do Samosa, Ishan par hai Poora bharosa!” ❤️
And Ishan Kishan totally agrees!
Love seeing moments like this between players and fans.
Wholesome vibes only! https://t.co/BHCye5Ynyv
— Hemant Bhavsar (@hemantbhavsar86) October 9, 2026
રાંચીના મેદાનની વાત કરીએ તો, ઈશાન કિશને અહીં ઘણા રન બનાવ્યા છે. તેણે રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામે ODIમાં 93 રન બનાવ્યા હતા, જેના કારણે ટીમ ઈન્ડિયા 7 વિકેટથી વિજયી બની હતી. જોકે, તેણે આ મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે એક T20 મેચ પણ રમી હતી, જેમાં તેણે ફક્ત 4 રન બનાવ્યા હતા. હવે, કિશન આ મેદાન પર પોતાનો T20 રેકોર્ડ સુધારવાનો પ્રયાસ કરશે.
ઈશાન કિશન ગુરુવારે રાંચીમાં સખત પ્રેક્ટિસ કરી હતી, તેણે પ્રેક્ટિસ સેશન દરમિયાન ઘણા લાંબા-લાંબા છગ્ગા ફટકાર્યા હતા. પહેલી T20માં ઈશાન કિશને અણનમ 37 રન બનાવ્યા હતા, પરંતુ તે સારી લયમાં નહોતો. આ જ કારણ છે કે તેણે રાંચી પહોંચ્યા પછી જોરદાર પ્રેક્ટિસ કરી હતી. હવે, રાંચીમાં ઈશાન કિશન કેવું પ્રદર્શન કરશે તેના પર બધાની નજર છે.
Published On - 6:02 pm, Fri, 9 October 26