
નવી દિલ્હીમાં યોજાયેલા BCCI એવોર્ડ સમારંભમાં ઘણા ભારતીય ક્રિકેટરો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જાણીતા કોમેન્ટેટર હર્ષા ભોગલેએ ખેલાડીઓ સાથે રેપિડ-ફાયર રાઉન્ડ કર્યો હતો. આ દરમિયાન હાર્દિક પંડ્યાને પૂછવામાં આવ્યું કે તેના બાળપણના ક્રિકેટ આદર્શ કોણ હતા. હાર્દિકે જે ક્રિકેટરનું નામ લીધું તેનું નામ સાંભળી ઘણાને આશ્ચર્ય થયું હતું.
આ પ્રશ્નના જવાબમાં હાર્દિક પંડ્યાએ કહ્યું કે તેના બાળપણના ક્રિકેટ આદર્શ વસીમ જાફર હતા. સામાન્ય રીતે ઘણા ભારતીય ખેલાડીઓ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અથવા વિરેન્દ્ર સેહવાગ જેવા દિગ્ગજ ખેલાડીઓનું નામ લેતા હોય છે, પરંતુ હાર્દિકે વસીમ જાફરને પોતાનો રોલ મોડેલ ગણાવ્યો.
વસીમ જાફર ભારતનો સ્ટાર ટેસ્ટ ઓપનર રહ્યો છે. તેણે 2000 થી 2008 દરમિયાન ભારતીય ટીમ માટે ક્રિકેટ રમ્યું હતું. આ સમયગાળામાં તેણે 31 ટેસ્ટ મેચ અને બે વનડે મેચ રમી હતી અને પોતાની કારકિર્દીમાં અનેક મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી હતી.
Rapid
Cricketing Idols:
Abhishek – Yuvraj Singh
Sanju – Sachin Tendulkar
Hardik – Wasim Jaffer
Vaibhav – Lara & YuviFav Movie:
Abhishek – 3 Idiots
Sanju – any Rajnikanth movie
Hardik – Godzilla
Vaibhav – Dhurandhar #NamanAwardsCont.pic.twitter.com/KWmv1ne7AO
— Akul (10) (@Loyalsachfan10) March 15, 2026
વસીમ જાફરે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પાંચ સદી અને 11 અડધી સદી ફટકારી હતી. તેની શાંતિપૂર્ણ મક્કમ બેટિંગ અને લાંબી ઈનિંગ રમવાની ક્ષમતા માટે તે ફેમસ હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તે ક્રિકેટ વિશ્લેષક અને કોમેન્ટેટર તરીકે પણ કામ કરી રહ્યો છે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં વસીમ જાફરે મોટી સફળતા મેળવી હતી. તેણે ઘણા વર્ષો સુધી મુંબઈ અને વિદર્ભ માટે રણજી ટ્રોફીમાં રમી હતી. રણજી ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ તેના નામે છે, જે તેની પ્રતિભા દર્શાવે છે.
આ કાર્યક્રમ દરમિયાન અન્ય ખેલાડીઓએ પણ પોતાના બાળપણના આદર્શ વિશે જણાવ્યું હતું. સંજુ સેમસને સચિન તેંડુલકરને પોતાના આદર્શ ગણાવ્યા, જ્યારે અભિષેક શર્મા માટે યુવરાજ સિંહ પ્રેરણાસ્ત્રોત છે. યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ બ્રાયન લારા અને યુવરાજ સિંહને પોતાના ક્રિકેટ આદર્શ તરીકે પસંદ કર્યા હતા.