
BCCIએ ભારતીય ક્રિકેટમાં ફેલાયેલા ગર્લફ્રેન્ડ કલ્ચરને લઈ મોર્ચો ખોલવાનું મન બનાવી લીધું છે. ભારતીય ક્રિકેટ એન્ડ કંટ્રોલ બોર્ડ હવે ગર્લફ્રેન્ડ કલ્ચરને લઈ કડક નિયમો બનાવવા જઈ રહ્યું છે. જેથી તેમાં સામેલ ખેલાડીઓને તેના ખરાબ પરિણામોથી બચાવી શકાય. આઈપીએલ 2026 દરમિયાન અનેક ખેલાડીઓ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફરતા જોવા મળ્યા હતા. પછી હાર્દિક પંડ્યા હોય કે અર્શદિપ સિંહ, ઈશાન કિશન કે યશસ્વી જયસ્વાલ હોય. કેટલાક અન્ય ખેલાડીઓ પણ છે. જે આઈપીએલ 2026માં પોતાની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા છે. બીસીસીઆઈની ચિંતા તેમની ગર્લફ્રેન્ડને લઈ વધી છે. જે સ્ટેડિયમ અને ટીમમાં બસથી લઈ ટીમ હોટલ સુધી સાથે રહે છે.
એક રિપોર્ટ મુજબ આ ગર્લફ્રેન્ડ કલ્ચરની સાથે જોડાયેલા નિયમો કડક બનાવવાની તૈયારીમાં છે. બીસીસીઆઈના એક મોટા અધિકારીએ રિપોર્ટમાં કહ્યું કે, ખેલાડીઓની ગર્લફ્રેન્ડને લઈ નિયમ બનાવવા પર ચર્ચા કરી રહ્યા છે. બીસીસીઆઈની આગામી બેઠકમાં આ વિશે વાત થશે. બીસીસીઆઈના સીનિયર અધિકારીએ કહ્યું કે, પરિવાર અને પત્નીના ખેલાડીઓ સાથે હોટલની રુમમાં રોકાવવું કોઈ સમસ્યા નથી પરંતુ ગર્લફ્રેન્ડનો મામલે થોડો ગંભીર થવાની જરુર છે.
આઈપીએલ રમી રહેલા ખેલાડીઓની નવી ગર્લફ્રેન્ડમાં કેટલીક એવી પણ છે. જે પહેલા બેટિંગ એપ સટ્ટાબાજીને પ્રમોટ કરનારી વેબસાઈટ સાથે જોડાયેલી રહી છે. હાલમાં આઈપીએલમાં અનેક ખેલાડીઓ પર તેની મહિલા ફ્રેન્ડે કેસ પણ નોંધાયો હતો. તેના કારણે હવે બીસીસીઆઈ વધારે ગંભીર છે અને ગર્લફ્રેન્ડ ક્લ્ચરને નવા અને કઠોર નિયમો લાવવાની તૈયારીમાં છે.
બીસીસીઆઈના અધિકારીએ જણાવ્યું કે,પહેલા આઈપીએલ દરમિયાન ગર્લફ્રેન્ડને ખેલાડીઓની હોટલમાં રોકાવવાની પરવાનગી હતી પરંતુ હવે આવું નથી. હવે ગર્લફ્રેન્ડનું ટીમ હોટલમાં રોકાવવું ટ્રેન્ડ બની ગયું છે.
રિપોર્ટમાં બીસીસીઆઈ અધિકારીએ આગળ કહ્યું કે, તેમણે આઈપીએલની એક એન્ટી કરપ્શન યુનિટના અધિકારી સાથે ગર્લફ્રેન્ડને ટીમ હોટલમાં લઈ જવા વિશે વાત કરી હતી. આના પર તેમણે જે કહ્યું તે ચોંકાવનારું છે. બીસીસીઆઈ અધિકારીના મુજબ એન્ટી કરપ્શન યુનિટના અધિકારીએ તેને પુછ્યુંકે, તેમણે પત્ની અને ઓફિશિયલી અનાઉન્સ ગર્લફ્રેન્ડને સાથે રોકાવવાની પરવાનગી આપવાનું કહ્યું છે.આના પર બીસીસીઆના અધિકારીએ પૂછ્યું, “સત્તાવાર રીતે જાહેર કરાયેલ ગર્લફ્રેન્ડ નિયમ ક્યાંથી આવ્યો?” એન્ટી કરપ્શનના યૂનિટ અધિકારીએ જવાબ આપ્યો, “સાહેબ, અમે આ રીતે કરીએ છીએ.”
સ્પષ્ટ છે કે, આ જાણ્યા બાદ હવે ગર્લફ્રેન્ડની સાથે રોકાવવાથી લઈ બીસીસીઆઈ જલ્દી નવો અને કડક નિયમ લાવશે. કારણ કે, બીસીસીઆઈને આ વાતનો ડર છે કે, કોઈ મોટી બબાલ ન થાય. મામલાની ગંભીરતાને જોઈ ગર્લફ્રેન્ડ કલ્ચર સાથે જોડાયેલા નવા નિયમો આઈપીએલની આગામી સીઝનમાં લાગુ થઈ શકે છે. જો આવું થયું તો આ સીઝનમાં પોતાની ગર્લફ્રેન્ડની સાથે ફરી રહેલા તમામ ખેલાડીઓ જેમાં હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, અર્શદીપ સિંહ, યશસ્વી જ્યસ્વાલ જેવા નામ છે. આગામી સિઝનમાં તેને આવી સ્વતંત્રતા નહીં મળે.