Breaking News : ટીમ ઈન્ડિયાની આગામી સીરિઝની BCCIએ કરી જાહેરાત, અમદાવાદને મળી બે મેચ, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

|

Apr 02, 2025 | 9:18 PM

ભારતીય ક્રિકેટ ટીમની સ્થાનિક સિઝનની જાહેરાત થઈ ગઈ છે. BCCIએ સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું અને માહિતી આપી કે ટીમ ઈન્ડિયા ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝનો સામનો કરશે. ખાસ વાત એ છે કે ગુજરાતને બે મેચોનું આયોજન કરવાનું તક મળી છે. બંને મેચો વિશ્વના સૌથી અમદાવાદના મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. જાણો સંપૂર્ણ કાર્યક્રમ.

Breaking News : ટીમ ઈન્ડિયાની આગામી સીરિઝની BCCIએ કરી જાહેરાત, અમદાવાદને મળી બે મેચ, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
Team Indias next home series
Image Credit source: PTI

Follow us on

એક તરફ, જ્યાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ IPL 2025માં પોતાનો જલવો બતાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCIએ એક મોટી જાહેરાત કરી છે. BCCI એ વર્ષ 2025માં ભારતીય ટીમની સ્થાનિક સિઝનની જાહેરાત કરી છે. જેમાં ટીમ ઈન્ડિયા 4 ટેસ્ટ, 3 ODI અને 5 T20 મેચ રમવાની છે.

ટીમ ઈન્ડિયાનું સ્થાનિક સિઝનનું શેડ્યૂલ જાહેર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે સાંજે 2025ની સ્થાનિક સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું. આ મુજબ, ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ, વનડે અને T20 મેચનો સામનો કરવો પડશે. આ સિઝન 2 ઓક્ટોબરથી શરૂ થશે અને 19 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં ઘણા નવા અને જૂના મેદાનો પર મેચો રમાશે.

જયા બચ્ચનની દેરાણી ખુબ જ સ્ટાઈલિશ છે, જુઓ ફોટો
Plant in pot : જાસુદના છોડમાં નાખો માત્ર આ એક સફેદ વસ્તુ, ક્યારેય ફૂલો ખૂટશે નહીં
લોકો કેમ ઘરના દરવાજા પર લગાવે છે ઘોડાની નાળ ? જાણો કારણ
ગરમીમાં તમારો ફોન થઈ રહ્યો છે Overheat? તો આ રીતે રાખો કૂલ, જાણો ટ્રિક
વિરાટ કોહલીએ 6 ખેલાડીઓને લાખોની ભેટ આપી
Viral Video : વિદેશમાં Uyi Amma ગીત પર દેશી છોકરીએ કર્યો જોરદાર ડાન્સ

વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ

ભારતીય ટીમની સિઝન ટેસ્ટ શ્રેણીથી શરૂ થશે, જેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચ રમાશે. પહેલી ટેસ્ટ મેચ 2 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યારે બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.

 

દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ

વેસ્ટ ઈન્ડિઝ પછી, ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે રમશે. ટેસ્ટ શ્રેણી 14 નવેમ્બરથી શરૂ થશે, જેની પહેલી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી 26 નવેમ્બર દરમિયાન ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમ ખાતે રમાશે, જે ગુવાહાટીમાં યોજાનારી સૌપ્રથમ ટેસ્ટ મેચ હશે. આ પછી, ત્રણ ODI મેચ રમાશે, જે 30 નવેમ્બરે રાંચી, 3 ડિસેમ્બરે રાયપુર અને 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. જ્યારે પાંચ મેચની T20 શ્રેણી 9 ડિસેમ્બરથી શરૂ થશે, જેમાં કટક, ન્યુ ચંદીગઢ, ધર્મશાલા, લખનૌ અને અમદાવાદ મેચોનું આયોજન કરશે.

આ પણ વાંચો: IPL 2025 : કાવ્યા મારનને તેના ‘દુશ્મન’ સાથે થઈ ગયો પ્રેમ, જાણો કોણ છે તેનો બોયફ્રેન્ડ ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article