Breaking News: પાકિસ્તાનની ભારે ફજેતી… પહેલા બાંગ્લાદેશ સામે મળી કારમી હાર, હવે ICC એ ફટકાર્યો દંડ

બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની બે મેચોની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ ઢાકામાં રમાઈ હતી. આ મેચમાં બાંગ્લાદેશે શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને 104 રને હરાવ્યું હતું. આ હાર બાદ ICC એ પાકિસ્તાન ટીમને મોટો દંડ ફટકાર્યો છે. જે બાદ પાકિસ્તાનને રેન્કિંગમાં પણ મોટું નુકસાન થયું છે.

Breaking News: પાકિસ્તાનની ભારે ફજેતી... પહેલા બાંગ્લાદેશ સામે મળી કારમી હાર, હવે ICC એ ફટકાર્યો દંડ
ICC fines Pakistan
Image Credit source: X/ICC
| Updated on: May 15, 2026 | 5:38 PM

પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશ સામે મેદાન પર ફક્ત મેચ નથી હારી, પરંતુ એવી ભૂલો પણ કરી છે જેના કારણે તેને ICC તરફથી પણ સજા મળી છે. ICC એ સ્લો ઓવર રેટને કારણે પાકિસ્તાનના WTC પોઈન્ટ કાપ્યા છે. પાકિસ્તાને બાંગ્લાદેશ સામે નિર્ધારિત કરતા આઠ ઓવર ધીમી ફેંકી હતી, જેના પરિણામે તેમના આઠ WTC પોઈન્ટ કાપવામાં આવ્યા હતા. વધુમાં, સ્લો ઓવર રેટને કારણે પાકિસ્તાની ટીમના મેચ ફીના 40 ટકા પણ કાપવામાં આવ્યા છે.

સ્લો ઓવર રેટ અંગે ICC નો નિયમ શું છે?

સ્લો ઓવર રેટ અંગે ICC ના નિયમો ખૂબ જ કડક છે. ICC ના નિયમ અનુસાર દરેક ટીમે એક કલાકમાં 15 ઓવર ફેંકવી આવશ્યક છે. આ ગણતરી મેચ પૂરી થયા પછી કરવામાં આવે છે. ચૂકી ગયેલી દરેક ઓવર માટે એક પોઈન્ટ કાપવામાં આવે છે. 8 ઓવર ધીમી ફેંકવા બદલ પાકિસ્તાનને 8 પોઈન્ટ આપવામાં આવ્યા હતા. ICC ના આ દંડ બાદ પાકિસ્તાનના WTC પોઈન્ટ હવે ફક્ત 4 થઈ ગયા છે, જેના કારણે તે રેન્કિંગમાં સાતમા સ્થાને છે.

 

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો કારમો પરાજય

પાકિસ્તાન બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટમાં 104 રનથી હારી ગયું. બાંગ્લાદેશે પહેલી ઈનિંગમાં 413 રન બનાવ્યા હતા અને પાકિસ્તાન જવાબમાં ફક્ત 386 રન જ બનાવી શક્યું હતું. બીજી ઈનિંગમાં બાંગ્લાદેશે 240 રન પર દાવ ડિકલેર કર્યો અને પાકિસ્તાનને 268 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં પાકિસ્તાન ફક્ત 163 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું.

પાકિસ્તાન બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 0-1થી પાછળ

આ મેચમાં, બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો અને ફાસ્ટ બોલર નાહિદ રાણાએ પાકિસ્તાન સામે મેચવિનિંગ પ્રદર્શન કર્યું હતું. શાંતોએ પહેલી ઈનિંગમાં 101 રન અને બીજી ઈનિંગમાં 87 રન બનાવ્યા હતા. આ દરમિયાન, નાહિદ રાણાએ ધારદાર બોલિંગ કરી અને પાંચ વિકેટ લીધી હતી. તેણે પોતાની સ્પીડથી પાકિસ્તાનની અડધી ટીમને આઉટ કરી દીધી. પરિણામે, પાકિસ્તાન બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 0-1થી પાછળ રહી ગયું. શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ હવે 16 મેના રોજ સિલહટમાં રમાશે.

Breaking News: IPL 2026 દરમિયાન ઈશાન કિશનનું સન્માન, બિહાર સરકારે 1 કરોડ રૂપિયાનું આપ્યું ઈનામ

Follow Us