
કોઈ વર્લ્ડકપ નહી કોઈ એશિયા કપ નહી. ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા માટે ક્રિકેટ ચાહકો આતુર છે. ભારત અને પાકિસ્તાનની ટીમ હવે સીધી એશિયન ગેમ્સ 2026માં ઉતરશે. અહી એશિયા કપની અન્ય ટીમની જેમ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે.અહી એશિયાની અન્ય ટીમોની જેમ ગોલ્ડ મેડલ જીતવાનો પ્રયત્ન કરશે. પરંતુ આ ગેમ્સનું શેડ્યુલ વર્લ્ડકપ અને એશિયા કપ જેવી ટૂર્નામેન્ટથી થોડું અલગ છે. જો બધું આશા પ્રમાણે રહ્યું તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી ગોલ્ડ મેડલ મેચ માટે ટકકર થઈ શકે છે. જો આવું ન થયું તો ભારત-પાકિસ્તાન મેચ જોવા મળશે નહી.
જાપાનના નાગૌયામાં 19 સપ્ટેમ્બર થી 4 ઓક્ટોબર સુધી એશિયન ગેમ્સ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. સતત બીજી વખત આ ગેમ્સમાં ક્રિકેટને સ્થાન મળ્યું છે. પરંતુ ક્રિકેટ મેચ 17 સ્પ્ટેમ્બરથી શરુ થશે અને 3 ઓક્ટોમ્બર સુધી ચાલશે.
આ પહેલા પણ 8 ટીમોની મહિલા ક્રિકેટ મેચ રમાશે. ત્યારપછી 10 ટીમોની સાથે પુરુષ ક્રિકેટ મેચ રમાશે. આ બંનેમાં ભારત,પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી આપવામાં આવી છે. અન્ય ટીમોને ગ્રુપ સ્ટેજ મેચ રમવી પડશે.
હવે વાત એશિયન ગેમ્સમાં ક્રિકેટ શેડ્યુલની કરીએ તો. ટૂર્નામેન્ટનું આખું શેડ્યુલ હજું રિલીઝ થયું નથી. કારણ કે, બંને ઈવેન્ટમાં હજુ સુધી ક્વોલિફાય ટીમનો ખુલાસો થયો નથી. પરંતુ જો ક્વાર્ટર ફાઈનલ સ્ટેજમાંથી ભારત અને પાકિસ્તાન જેની મેચ નક્કી છે. તો સ્પષ્ટ છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. કોઈ મેડલ માટે રમાશે અથવા બને ટીમ ટકરાશે નહી.
ભારતને ક્વાર્ટફાઈનલ 1માં રાખવામાં આવ્યું છે. જ્યારે પાકિસ્તાનને ક્વાર્ટર ફાઈનલ 2માં રાખવામાં આવ્યું છે. જો બંને ટીમ પોતાની મેચ જીતે છે. તો સેમિફાઈનલમાં પહોંચશે. જો સેમિફાઈનલમાં પણ તેની ટક્કર થશે નહી. કારણ કે, ભારતીય ટીમ ક્વાર્ટર ફાઈનલ 3ની વિજેતા સાથે રમશે. જ્યારે પાકિસ્તાનને ક્વાર્ટર ફાઈનલ-4માં ટકરાવાનું થશે. જો બંને ટીમ પોતાની સેમિફાઈનલ મેચ જીતે છે. તો તેના વચ્ચે ફાઈનલમાં ગોલ્ડ મેડલ માટે મેચ રમાશે.
જો બંને ટીમ પોતાની સેમિફાઈનલ મેચ હારે છે. તો તેના વચ્ચે ત્રીજા સ્થાન માટે બ્રોન્ઝ મેડલ માટે મેચ રમાશે. પરંતુ કોઈ પણ ટીમ ક્વાર્ટર ફાઈનલ હારી અથવા બંને ક્વાર્ટર ફાઈનલ હારી તો પછી ભારત-પાકિસ્તાનની મેચ જોવા મળશે નહી. એક ટીમ જીતશે અને એક ટીમ હારશે. તો પણ ટકકર જોવા મળશે નહી. હવે ક્રિકેટ ચાહકો પ્રાર્થના કરશે કે, બંને ટીમની ટકકર જોઈ શકે.