
શ્રેયસ અય્યરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા જાપાન માટે રવાના થઈ ચૂકી છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે નવી દીલ્લીથી જાપાન માટે ફ્લાઈટ લીધી છે. ભારતીય ટીમ પહેલા તો જાપાનની ક્રિકેટ ટીમની સાથે 22 સપ્ટેમબરના રોજ એક ટી20 મેચ રમશે. ત્યારબાદ એશિયન ગેમ્સ મેચ રમશે. જેની શરુઆત 28 સપ્ટેમ્બરથી થશે. જાપાનના પ્રવાસ માટે ભારતીય ટીમમાં 3 વધુ બોલરો પણ ટીમમાં સામેલ થયા છે.
અમે વાત કરી રહ્યા છીએ. જમ્મુ કાશ્મીરના ફાસ્ટ બોલર રાસિખ સલામ ડાર, મહારાષ્ટ્રથી આવનાર વિકી ઓસ્ટવાલ અને ઉત્તરપ્રદેશના ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીની. આ 3 બોલરોને નેટ બોલર તરીકે ટીમ ઈન્ડિયામાં સામેલ કરી જાપાન લઈ જવામાં આવ્યા છે. ટુંકમાં આ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય સ્કવોડનો ભાગ બનશે નહી.
#WATCH | Delhi: Team India departed from the Le Meridien Hotel in New Delhi early Sunday morning for their journey to Japan.
The Shreyas Iyer-led squad will first play a one-off T20I bilateral series against Japan on September 22 before transitioning to Nagoya to represent the nation at the Asian Games 2026 starting September 28.
— ANI (@ANI) September 19, 2026
જાપાનમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ 21 સપ્ટેમબરથી સાનો ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે. 22 સપ્ટેમ્બરના રોજ જાપાનની ક્રિકેટ ટીમ સામે ટકરાશે. આ મેચ ભારત અને જાપાનની કુટનીતિક મિત્રતાના 75 વર્ષ પુરા થવાને લઈ રમાઈ રહી છે. ટુંકમાં આ મેચ પછી ભારતીય ટીમ સાનોમાં થોડા દિવસ રહેશે. ત્યારબાદ નાગોયા માટે રવાના થશે. અહીથી 28 સપ્ટેમ્બરના રોજ પોતાની પહેલી મેચ રમશે.
ટુંકમાં ટીમ ઈન્ડિયા સાનોમાં રહી એશિયન ગેમ્સની તૈયારી કરશે. આ તૈયારીઓ માટે ટીમમાં 3 વધુ બોલરને અલગથી જોડવામાં આવ્યા છે. ભારતીય પુરુષ ટીમમાં નીતિશ કુમાર રેડ્ડી દુર થયા બાદ માત્ર 14 સભ્યો રહ્યા છે. નીતિશ રેડ્ડી જે પહેલા એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતા. ત્યારબાદ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ઘરેલું વનડે સીરિઝની ટીમ માટે પસંદ કરવામાં આવ્યા છે.