
એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની સાથે જસપ્રીત બુમરાહ પણ જાપાનમાં છે. જાપાનમાં બુમરાહ પોતાના પર્ફોમન્સના કારણે ચર્ચામાં છે. જસપ્રીત બુમરાહે જાપાનમાં પોતાના માટે એક સ્પેશિયલ એશીકાની ખરીદી કરી છે. ઓશીકાની શોપિંગ માટે તે પોતાના ટીમમેટ અક્ષર પટેલની સાથે ગયો હતો. મોટી વાત એ છે કે, ઓશીકાની ખરીદી કરતા પહેલા બુમરાહની સૂવાની સાથે ગરદનના પોશ્ચરની સંપૂર્ણ તપાસ કરી હતી. તપાસ એટલી આશ્ચર્યજનક હતી કે બુમરાહ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો.
સ્પેશિયલ ઓશીકાની ખરીદી કરતા પહેલા બુમરાહની કેવી રીતે તપાસ કરવામાં આવી હતી. તેનો એક વીડિયો અક્ષર પટેલે બનાવ્યો છે. જસપ્રીત બુમરાહે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે, કેટલી ઝીણવટપૂર્વક તપાસ થઈ છે. હવે તપાસ બાદ જે વસ્તુ ખરીદી છે.તેમાં કાંઈ તો ખાસ હશે.
હવે પ્રશ્ન એ છે કે, જસપ્રીત બુમરાહના ઓશીકામાં શું ખાસ છે? તેની પહેલી ખાસિયત એ છે કે, તેને જસપ્રીત બુમરાહની ગરદનને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. બીજી અને સૌથી મહત્વપૂર્ણ ખાસિયત એ છે કે આ ઓશીકા પર સૂવાથી બુમરાહને કમરના નીચેના ભાગમાં દુખાવો અને ઈજા થવાની શક્યતા ઓછી થશે.
જસપ્રીત બુમરાહના જાપાનમાં ઓશીકાની ખરીદી કરતા વીડિયો પર જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશને પ્રતિક્રિયા આપી. ઓશીકા અંગે સંજના અને બુમરાહ વચ્ચે રમુજી વાતચીત સોશિયલ મીડિયા પર જોવા મળી. સંજનાએ પહેલા પ્રતિક્રિયા આપી, “શું તમે જાપાન આ માટે ગયા હતા?” જેના જવાબમાં બુમરાહે જવાબ આપ્યો, “જ્યારે તમે ઓશીકું માંગશો ત્યારે હું તમને ઓશીકું નહીં આપું.”
એશિયન ગેમ્સમાં પુરુષોની ક્રિકેટ સ્પર્ધા શરૂ થવાની છે. શ્રેયસ ઐયરના નેતૃત્વમાં ભારતીય ટીમનું નેતૃત્વ ભારત કરશે. કુલ 8 ટીમો ભાગ લેશે, અને ભારત ક્વાર્ટર ફાઇનલમાં તેના અભિયાનની શરૂઆત કરશે.