Breaking News: વર્ષો જૂની પરંપરા તોડી! એશિયા કપ 2025 ફાઇનલ પહેલા જ સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનને પરચો આપ્યો

ફાઇનલ 28 સપ્ટેમ્બરના રોજ એટલે કે આવતીકાલે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર એકબીજા સામે ટકરાશે. આ ટક્કર પહેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ક્રિકેટ જગતમાં લાંબા સમયથી ચાલતી પરંપરા તોડી છે.

Breaking News: વર્ષો જૂની પરંપરા તોડી! એશિયા કપ 2025 ફાઇનલ પહેલા જ સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનને પરચો આપ્યો
| Updated on: Sep 27, 2025 | 7:46 PM

ACC એશિયા કપ 2025 હવે પૂર્ણ થવાના આરે છે. ફાઇનલ 28 સપ્ટેમ્બરના રોજ એટલે કે આવતીકાલે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર એકબીજા સામે ટકરાશે. આ ટક્કર પહેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ક્રિકેટ જગતમાં લાંબા સમયથી ચાલતી પરંપરા તોડી છે.

ACC એશિયા કપ 2025 ની ફાઇનલને હવે ફક્ત એક દિવસ જ બાકી છે. ફાઇનલ 28 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં ભારત અને પાકિસ્તાનની ટીમો ટુર્નામેન્ટમાં ત્રીજી વખત ટકરાશે.


મીડિયા રિપોર્ટસ અનુસાર, ફાઇનલ પહેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ સાથે જ તેણે ક્રિકેટ ઇતિહાસમાં લાંબા સમયથી ચાલતી પરંપરા તોડી છે.

અહેવાલો અનુસાર, ભારતીય ટીમે ફાઇનલ પહેલા ‘ટ્રોફી ફોટોશૂટ’માં ભાગ નહી લે તેવો નિર્ણય લીધો છે. પરિણામે સૂર્યકુમાર યાદવ અને સલમાન અલી આગા ટ્રોફી સાથે ફોટો પડાવશે નહીં. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન, ભારતીય ટીમે ઘણી વખત પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે.

પાકિસ્તાને કર્યું અભદ્ર વર્તન

જણાવી દઈએ કે, પ્રથમ મેચ દરમિયાન બંને કેપ્ટનોએ હાથ મિલાવ્યા ન હતા. વધુમાં મેચ પછી પણ ભારતે પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવ્યા નહોતા, જેના કારણે મોટો વિવાદ થયો હતો. જો કે, બીજી મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓએ ઘણી વખત અભદ્ર વર્તન કર્યું હતું. હવે ફાઇનલ પહેલા પણ વિવાદ ઉભો થયો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:46 pm, Sat, 27 September 25