Asia Cup 2023 Breaking News : પાકિસ્તાનની એશિયા કપમાં વિજયી શરુઆત, નેપાળ સામે 238 રનથી મેળવી જીત

PAK VS NEP, Asia Cup 2023 : પાકિસ્તાની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. કેપ્ટન બાબર આઝમ અને ઇફ્તિખાર અહેમદની તોફાની ઈનિંગને કારણે પાકિસ્તાનની ટીમે 50 ઓવરમાં 6 વિકેટના નુકશાન સાથે 342 રન બનાવ્યા હતા. ડેબ્યૂ ટીમ નેપાળ સામે 343 રનનો વિશાળ ટાર્ગેટ હતો. 

Asia Cup 2023 Breaking News : પાકિસ્તાનની એશિયા કપમાં વિજયી શરુઆત, નેપાળ સામે 238 રનથી મેળવી જીત
Asia Cup 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2023 | 10:01 PM

Multan  :  એશિયા કપ 2023ની  (Asia Cup 2023) આજે શાનદાર શરુઆત થઈ છે. પાકિસ્તાન અને નેપાળ વચ્ચેની આજની પહેલી મેચમાં રોમાંચ દ્રશ્યો જોવા મળ્યા હતા. નેપાળની ક્રિકેટ ટીમ આજે પહેલીવાર એશિયા કપ રમી રહી હતી. આ નેપાળના યુવા ખેલાડીઓએ પાકિસ્તાનીઓને પહેલા ડરાવ્યા, પણ પાકિસ્તાની ક્રિકેટરોના અનુભવ સામે તેઓ ટકી ના શક્યા. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ મેન ઓફ ધ મેચ બન્યો હતો. 

પાકિસ્તાની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. કેપ્ટન બાબર આઝમ અને ઇફ્તિખાર અહેમદની તોફાની ઈનિંગને કારણે પાકિસ્તાનની ટીમે 50 ઓવરમાં 6 વિકેટના નુકશાન સાથે 342 રન બનાવ્યા હતા. ડેબ્યૂ ટીમ નેપાળ સામે 343 રનનો વિશાળ ટાર્ગેટ હતો. જેની સામે નેપાળની ટીમ 23.4 ઓવરમાં 104 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ. પાકિસ્તાની ટીમે 238 રનના મોટા અંતરથી પહેલી મેચમાં જીત મેળવી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પણ વાંચો : PAK vs NEP: પાકિસ્તાનને મુલતાનમાં નેપાળે હંફાવ્યા બાદ અંતે 342 રન ખડક્યા, બાબર અને ઈફતીખારની સદી

પાકિસ્તાની ટીમે પોતાની જ ધરતી પર બનાવ્યો મોટો રેકોર્ડ

પાકિસ્તાનમાં 15 વર્ષ બાદ એશિયા કપ રમાઈ રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે આજે 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમે વનડેમાં આજે 238 રનથી સૌથી મોટી જીત નોંધાવી છે. વર્ષ 2005માં કરાચીમાં પાકિસ્તાની ઈંગ્લેન્ડ સામે 165 રનથી વનડેમાં જીત મેળવી હતી. ઓલ ઓવર વનડે ફોર્મેટમાં આ પાકિસ્તાનની ત્રીજી સૌથી મોટી જીત છે.

પાકિસ્તાનની જીતના હીરો કોણ ?

એક સમયે 27.5 ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 124 રન પર 4 વિકેટ હતો. તે સમયે લાગી રહ્યુ હતુ કે એશિયા કપમાં ડેબ્યૂ કરી રહેલી નેપાળની ટીમ પાકિસ્તાની ટીમને હંફાવશે. ત્યારે જ બાબર આઝમ અને ઇફ્તિખાર અહેમદે આવીને પાકિસ્તાનની ઈનિંગ સંભાળી હતી. ત્યારબાદની 22.1 ઓવરમાં પાકિસ્તાનની ટીમે 2 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા.

131 બોલમાં 151 રન બનાવીને બાબર આઝમ એશિયા કપમાં 150 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. તેની સાથે જ ઇફ્તિખાર અહેમદે 109ની તોફાની ઈનિંગ રમીને નેપાળી બોલરોને ધોઈ નાખ્યા હતા. પાકિસ્તાનની બોલર શાદાબ ખાને 6.4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે શાહીન આફ્રીદી અને હરિસ રઉફે 2-2 વિકેટ લીધી હતી.

કેપ્ટન બાબરની ઈનિંગની મોટી વાતો

  • બાબર આઝમે આજે 19મી વનડે સેન્ચુરી ફટકારી હતી.
  • કેપ્ટન તરીકે બાબર આઝમની 30 ઈનિંગમાં 8મી સેન્ચુરી હતી.
  • પાકિસ્તાની ટીમે 300થી વધુ રન બનાવ્યા હોય તેવી 27 વનડેમાં બાબર આઝમ રમ્યો છે.
  • તેણે પાકિસ્તાન 300થી વધારે રનના સ્કોર માટે 11 વાર સેન્ચુરીથી યોગદાન આપ્યું છે.
  • 104 વનડેમાં આજે બાબર આઝમ 13 વાર પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો છે.
  • બાબર આઝમે આજે એશિયા કપનો બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર 151 રન બનાવ્યા છે.

પાકિસ્તાને જીત્યો હતો ટોસ, જુઓ ઓપનિંગ સેરેમનીના વીડિયો

એશિયા કપની ઓપનિંગ મેચની શરૂઆત રંગારંગ કાર્યક્રમ સાથે થઈ હતી. પાકિસ્તાન અને નેપાળના બે પ્રખ્યાત ગાયકોએ મેચ પહેલા પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. પાકિસ્તાનની આઈમા બેગ અને નેપાળની ત્રિશાલા ગુરુંગે સ્ટેડિયમમાં હાજર દર્શકોને ઉત્સાહિત કર્યા હતા. પાકિસ્તાનના કેપ્ટન બાબરે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.

પાકિસ્તાન – નેપાળ વચ્ચેની મેચમાં રસપ્રદ આંકડા

વનડેમાં પાકિસ્તાની કેપ્ટન દ્વારા સૌથી વધુ વ્યક્તિગત સ્કોર

  • 158 – બાબર આઝમ vs ENG, એજબેસ્ટન, 2021
  • 151 – બાબર આઝમ vs નેપાળ, મુલતાન, 2023
  • 125* – શોએબ મલિક vs IND, કરાચી, 2008
  • 125 – બાબર આઝમ vs ZIM, રાવલપિંડી, 2020
  • 124 – શાહિદ આફ્રિદી vs BAN, દામ્બુલા, 2010

પાકિસ્તાન માટે સૌથી ઝડપી ODI સદી ( ઓછા બોલનો સામનો કરીને)

  • 37 – શાહિદ આફ્રિદી vs SL, નૈરોબી, 1996
  • 45 – શાહિદ આફ્રિદી vs IND, કાનપુર, 2005
  • 53 – શાહિદ આફ્રિદી vs BAN, દામ્બુલા, 2010
  • 61 – શરજીલ ખાન vs IRE, માલાહાઇડ, 2016
  • 67 – બાસિત અલી vs WI, શારજાહ, 1993
  • 67 – ઇફ્તિખાર અહેમદ vs NEP, મુલતાન, 2023

એશિયા કપ (ODI)માં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ પાર્ટનરશિપ

  • 224 રન- મોહમ્મદ હાફીઝ, નાસિર જમશેદ (PAK) vs IND, મીરપુર, 2012
  • 223 રન -શોએબ મલિક, યુનિસ ખાન (PAK) vs હોંગકોંગ, કોલંબો (SSC), 2004
  • 214 રન- બાબર આઝમ, ઇફ્તિખાર અહેમદ (PAK) vs નેપાળ, મુલતાન, 2023
  • 213 રન- વિરાટ કોહલી, એએમ રહાણે (IND) vs BAN, ફતુલ્લાહ, 2014
  • 210 રન- શિખર ધવન, રોહિત શર્મા (IND) vs PAK, દુબઈ, 2018

વનડેમાં પાકિસ્તાન માટે ચોથી વિકેટ માટે સર્વોચ્ચ પાર્ટનરશિપ

  • 214 – બાબર આઝમ અને ઇફ્તિખાર અહેમદ vs NEP, મુલતાન, 2023
  • 206 – મોહમ્મદ યુસુફ અને શોએબ મલિક vs IND, સેન્ચ્યુરિયન, 2009
  • 198* – મિસ્બાહ-ઉલ-હક અને કામરાન અકમલ vs AUS, અબુ ધાબી, 2009
  • 176 – યુનિસ ખાન અને ઉમર અકમલ vs એસએલ, કોલંબો (આરપીએસ), 2009
  • 172 – સલીમ મલિક અને બાસિલ અલી vs WI, શારજાહ, 1993

પાકિસ્તાન માટે વનડેમાં 150 રન

  • 3 વખત – ફખર ઝમાન
  • 2 વખત – બાબર આઝમ*
  • 1 વખત – ઇમામ ઉલ હક
  • 1 વખત – શરજીલ ખાન
  • 1 વખત – ઈમરાન નઝીર
  • 1 વખત – સઈદ અનવર

ODI કેપ્ટન તરીકે સૌથી વધુ 150 રન

  • 2 – બાબર આઝમ*
  • 2 – વિરાટ કોહલી
  • 2 – એરોન ફિન્ચ
  • 2 – એન્ડ્રુ સ્ટ્રોસ

સૌથી ઓછી ODI ઇનિંગ્સમાં 19 સદી

  • 102 ઈનિંગ્સ – બાબર આઝમ*
  • 104  ઈનિંગ્સ- હાશિમ અમલા
  • 124 ઈનિંગ્સ – વિરાટ કોહલી
  • 139  ઈનિંગ્સ – ડેવિડ વોર્નર

એશિયા કપ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">