
ઓમાનમાં રમાયેલા અંડર-19 એશિયા કપ 2026ની રોમાંચક ફાઈનલમાં પાકિસ્તાનને છેલ્લા બોલ પર હરાવી ભારતીય ટીમને ચેમ્પિયન બનાવ્યા બાદ પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સેહવાગ અને તેના દીકરા આર્યવીર સેહવાગ વચ્ચે થયેલી વાતચીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ થયેલા આર્યવીરે જીત પછી પિતા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી.
ફાઈનલ ઓવરમાં તેના શ્વાસ ઉધ્ધર ચઢી ગયા હતા. આ સમયે થઈ રહેલા તણાવ વિશે વાત કરી હતી. વીરેન્દ્ર સેહવાગે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો કોલની ક્લિપ શેર કરતા લખ્યું કેટલીક પળ એવોર્ડસ , રન અને ટ્રોફીથી પણ વધારે મોટા હોય છે. આ તે યાદ છે. જેને એક પિતા હંમેશા સાચવીને રાખશે.
વીડિયો કોલ દરમિયાન આર્યવીર સેહવાગે પોતાના પિતાને કહ્યું જ્યારે છેલ્લી ઓવરમાં ભારતને જીત માટે 8 રનની જરુર હતી. માત્ર એક વિકેટ બચી હતી. ત્યારે કેટલો ડરેલો હતો. આર્યવીરે કહ્યું પપ્પા હું ખુબ નર્વસ હતો.બસ મનમાં મનમાં સીતારામ……સીતારામ જાપ કરી રહ્યો હતો. આર્યવીરે હંસતા એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. જ્યારે તે બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે સ્ટેડિયમમાં રહેલા પાકિસ્તાની ક્રિકેટ ચાહકો સેહવાગ….સેહવાગના નારા લગાવી રહ્યા હતા.
વીરેન્દ્ર સેહવાગનો પાકિસ્તાન વિરુદ્ધ રેકોર્ડ શાનદાર રહ્યો છે. મુલ્તાનમાં ભારતની પહેલી ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારી હતી. પોતાના દીકરાને આશીર્વાદ આપતા વીરુએ પોસ્ટ કરી લખ્યું હંમેશા પગ જમીન નીચે રાખો. તમારી મહેનત અને પ્રતિભાથી આકાશની ઊંચાઈઓને સ્પર્શ કરો.
17 વર્ષના આર્યવીર સેહવાગે આખી ટૂર્નામેન્ટમાં પોતાની આક્રમક બેટિંગથી પિતાના વારસાને આગળ વધાર્યો. તેમણે 5 મેચમાં 90.25ની શાનદાર સરેરાથી 95 થી વધારે સ્ટ્રાઈક રેટથી ટૂર્નામેન્ટમાં સૌથી વધારે 361 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 3 અડધી સદી સામેલ છે. આર્યવીરે ટૂર્નામેન્ટમાં સૌથી વધારે 16 સિક્સ ફટકારી અને સેમિફાઈનલમાં બંને મેચમાં અડધી સદી ફટકારી મેચનો મોટો ખેલાડી સાબિત કર્યો હતો.