
વિરાટ કોહલીએ ટીમ સાથે આઈપીએલનો બીજો ખિતાબ જીત્યો છે. દર વખતની જેમ આ વખતે પણ અનુષ્કા શર્મા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સપોર્ટ કરવા માટે પહોંચી હતી. હવે બીજો ખિતાબ જીત્યા બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સીધા પ્રેમાનંદ મહારાજ પાસે પહોંચ્યા હતા.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વૃંદાવનમાં આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લીધી હતી. બંન્નેએ પ્રેમાનંદ મહારાજના રાધા કેલી કુંજ આશ્રમ પહોંચી તેના આશીર્વાદ લીધા હતા. હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના અનેક વીડિયો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.જેમાં વિરાટ અને અનુષ્કા શર્મા આધ્યાત્મિક ગુરુ સાથે મુલાકાત કર્યા બાદ આશ્રમમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે.
છેલ્લા કેટલાકવર્ષોથી વિરાટ અને અનુષ્કા શર્મા વૃંદાવનની મુલાકાત લેવા માટે જાય છે અને પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લે છે. આ કપલ હંમેશા પોતાના જીવનમાં આધ્યાત્મિકતા ના મહત્વ વિશે વાત કરે છે. તેમજ અનેક ધાર્મિક આદ્યાત્મિક સમારોહમાં પણ એક સાથે જોવા મળે છે.
આરસીબીએ સતત બીજી વખત આઈપીએલ ખિતાબ જીત્યા બાદ અનુષ્કા શર્માએ મેદાન અને મેદાનની બહાર જશ્ન મનાવ્યો હતો. જેમાં અનુષ્કા શર્મા સોશિયલ મીડિયાના પોસ્ટમાં ડાન્સ વીડિયોમાં પણ જોવા મળી રહી છે. આરસીબીએ આઈપીએલ 2026ની ફાઈનલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સને હરાવી સતત બીજી વખત ટ્રોફી પોતાને નામ કરી હતી.
અનુષ્કા શર્માએ વિરાટ સાથેનો આ રોમેન્ટિક ફોટો શેર કરતી વખતે કેપ્શનમાં કંઈ લખ્યું નથી. જોકે, તેણે ત્રણ ઇમોજી ઉમેર્યા છે જે બધું કહી દે છે. પહેલો વિક્ટ્રી ઇમોજી છે, જે તેની જીતની ઉજવણી કરે છે. બીજો હૃદયનો ઇમોજી છે, જે વિરાટ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરે છે. ત્રીજો હાથ જોડીને બનાવેલો ઇમોજી છે, જેનો અર્થ છે કે તે બધા આરસીબી ચાહકોનો હાથ જોડીને આભાર માની રહી છે.