
એશિયન ક્રિકેટ કાઉન્સિલ રાઈઝિંગ સ્ટાર એશિયા કપ 2026 માટે બીસીસીઆઈએ સિલેક્ટર્સને ઈન્ડિયા એ ટીમની જાહેરાત કરી છે. આ આગામી ટૂર્નામેન્ટનું આયજન આ વર્ષે 19 થી 20 નવેમ્બરસુધી દોહામાં કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં દેશના અનેક યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દેખાડવાની તક છે. બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલી આ ટીમની કમાન યુવા અને અનુભવી બેટ્સમેન તિલકવર્માને સોંપવામાં આવી છે. ટીમના વાઈસકેપ્ટનની જવાબદારી રજત પાટીદારને સોંપવામાં આવી છે.
આ ટીમની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, ટીમમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને સામેલ કરવામાં આવ્યો છે. વૈભવે પોતાની વિસ્ફોટ્ક બેટિંગથી હાલમાં બધાનું ધ્યાન ખેચ્યું છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝમાં વૈભવને માત્ર 2 મેચ રમવાની તક મળી હતી. જેમાં તેમણે ત્રીજી ટી20માં શાનદાર બેટિંગ કરી હતી. આ સિવાય ટીમમાં અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, રિંકુ સિંહ, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવ જેવા ખેલાડીઓ સામેલ છે.
ટૂર્નામેન્ટના ફોર્મેટની વાત કરીએ તો. ઈન્ડિયા એ ટીમને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં ભારત સિવાય યુએઈ, નેપાળ અને પાકિસ્તાન એની ટીમ સામેલ છે. તો ગ્રુપ એમાં બાંગ્લાદેશ એ, શ્રીલંકા એ, અફઘાનિસ્તાન એ અને હોંગકોંગની ટીમ રમશે. બંને ટીમની ટોપ ટીમ સેમિફાઈનલમાં સ્થાન બનાવશે. સેમિફાઈનલ મેચ 26 અને 27 નવેમ્બરના રોજ રમાશે. ત્યારબાદ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 29 નવેમ્બરના રોજ રમાશે.ક્રિકેટ જગતની સૌથી રોમાંચક મેચોમાંની એક, ભારત અને પાકિસ્તાન વચ્ચે, 22 નવેમ્બરના રોજ આ મેદાન પર રમાશે.
રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટેની ભારત A ટીમઃ અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), તિલક વર્મા (કેપ્ટન), રજત પાટીદાર (વાઈસ-કેપ્ટન), રિંકુ સિંહ, કુમાર કુશાગ્રા (વિકેટકીપર), સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહેમદ, વિપરજ નિગમ, હર્ષ દુબે, તનુષ કોટિયન, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ, અરશદ ખાન