
ટીમ ઈન્ડિયાના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ થોડા સમય પહેલા મોડલ ખુશી મુખર્જીએ લગાવેલા આરોપથી ચર્ચામાં હતો. અભિનેત્રીએ કહ્યું કે, ક્રિકેટર તેને મેસેજ કરતો હતો.ભારતીય ટીમના કેપ્ટન પર મુખર્જીના આરોપો હવે તેમને મોંઘા પડ્યા છે. તેમની સામે 100 કરોડનો માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે સૂર્યકુમાર યાદવે કોઈ જવાબ આપ્યો ન હતો પરંતુ હવે મોડલ મુશ્કેલીમાં મુકાય છે. તેના પર ક્રિકેટરના ચાહકે 100 કરોડનો માનહાનિનો કેસ નોંધાયો છે.
સૂર્યકુમાર યાદવ ભલે ખુશી મુખર્જીના આરોપ પર કોઈ જવાબ આપ્યો નથી પરંતુ તેના ચાહકોએ આના પર મોટું એક્શન લીધું છે. ખુશી વિરુદ્ધ ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં રહેનાર ફેઝાન અંસારીએ રિપોર્ટ મુજબ 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.અંસારીનું માનવું છે કે,ખુશીનું નિવેદન ખોટું અને સૂર્યકુમાર યાદવની છબીને નુકસાન પહોંચાડનારુ છે. રિપોર્ટ મુજબ ખુશી હવે આ મામલે માફી માંગી પૂર્ણ કરવા માંગે છે. પોતાના નિવેદન પછી ખુશીએ સ્પષ્ટતા કરી હતી. પરંતુ ફેઝાન આનાથી ખુશ નથી. પોતાની ફરિયાદમાં તેમણે ગાઝીપુરના એસપી ડો. ઈરાઝ રાજાને આ મોડલની ધરપકડ કરવાની માંગ કરી છે.
ટીમ ઈન્ડિયાના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ હાલમાં આઈસીસી ઈવેન્ટની તૈયારી કરી રહ્યો છે. હાલમાં સૂર્યકુમાર શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો નથી. જેના કારણે તેના સ્થાનને લઈ ચાહકો મોટા સવાલો કરી રહ્યા છે. સૂર્યકુમાર યાદવ પોતાના ફોર્મને લઈ ચિંતત છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 21 જાન્યુઆરીથી શરુ થઈ રહેલી 5 મેચની ટી20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવ મોટો સ્કોર બનાવી પોતાના ફોર્મમાં વાપસી કરવા માંગશે.
સાઉથ ઈન્ડિયન ફિલ્મોની સાથે રિયાલિટી શો અને બોલ્ડ વેબ સીરિઝમાં કામ કરનારી ખુશી મુખર્જી માટે વિવાદ કોઈ મોટું કે ચોંકાવનારું નામ નથી. 24 નવેમ્બર 1996ના રોજ કોલકાતામાં જન્મેલી ખુશીએ 2013માં તમિલ ફિલ્મ અંજલ થુરાઈથી પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તે ફિલ્મો જેમ કે, ડોંગા પ્રેમા અને હાર્ટ અટેકની સાથે હિન્દી ફિલ્મ શ્રૃંગારમાં પણ જોવા મળી હતી.પરંતુ તેને સૌથી મોટો બ્રેક ઈન્ડિયન ટેલિવિઝન અને રિયાલિટી શોથી મળ્યો છે.