
દિલ્હી કેપિટલ્સે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 6 વિકેટથી હરાવ્યું હતું. કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સની અડધી સદી અને છેલ્લી ઓવરમાં ડેવિડ મિલરના સતત બે છગ્ગાની મદદથી દિલ્હીએ બેંગ્લોરને હરાવ્યું. આ સિઝનમાં દિલ્હીનો ત્રીજો વિજય હતો, જ્યારે બેંગ્લોરનો બીજો પરાજય થયો.
વિસ્ફોટક બેટ્સમેનોથી ભરેલી RCBની ટીમ આ મેચમાં પોતાની બેટિંગ કુશળતા દર્શાવવામાં નિષ્ફળ રહી અને આ સિઝનમાં પહેલીવાર સંપૂર્ણ 20 ઓવર રમવા છતાં 200 રનનો આંકડો પાર કરી શકી નહીં. વિરાટ કોહલી અને ફિલ સોલ્ટે ફરી એકવાર RCB માટે ઝડપી શરૂઆત કરી, પરંતુ દિલ્હીના બોલરોએ RCBનીની ઇનિંગ પર બ્રેક લગાવી દીધી. ફિલ સોલ્ટે 65 રનની ઝડપી ઇનિંગ રમી, પરંતુ તેના સિવાય, RCBનો બીજો કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહીં. દિલ્હી માટે કેપ્ટન અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને લુંગી એનગીડીએ 2-2 વિકેટ લીધી.
Leading #DC‘s chase at a familiar ground
KL Rahul brings up his 2⃣nd fifty this season
Updates ▶️ https://t.co/vfJ6SccA9T#TATAIPL | #KhelBindaas | #RCBvDC | @DelhiCapitals | @klrahul pic.twitter.com/47iHopRdfj
— IndianPremierLeague (@IPL) April 18, 2026
દિલ્હીના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ તેમની બેટિંગ ખરાબ શરૂઆત થઈ. સ્ટાર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પોતાની પહેલી બે ઓવરમાં ત્રણ વિકેટ લઈને દિલ્હીને મુશ્કેલીમાં મુકી દીધી. માત્ર 18 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ કેએલ રાહુલે બાજી સંભાળી. પોતાના જન્મદિવસને ખાસ બનાવતા, રાહુલે વળતો હુમલો કર્યો અને 30 બોલમાં અડધી સદી ફટકારીને ટીમને વાપસી અપાવી. રાહુલના આઉટ થયા પછી, ટ્રિસ્ટન સ્ટબ્સ, કેપ્ટન અક્ષર અને પછી ડેવિડ મિલરની સાથે મળીને ટીમને વિજય તરફ દોરી ગયા.
David Miller DOES IT IN STYLE!
What a moment for him and what a victory for @DelhiCapitals
Scorecard ▶️ https://t.co/vfJ6SccA9T#TATAIPL | #KhelBindaas | #RCBvDC pic.twitter.com/iaaHSqD9Ct
— IndianPremierLeague (@IPL) April 18, 2026
દિલ્હીને અંતિમ ઓવરમાં જીતવા માટે 15 રનની જરૂર હતી. પહેલા બે બોલમાં ફક્ત બે રન જ આવ્યા. ત્યારબાદ મિલરે સતત બે છગ્ગા ફટકારીને સ્કોર બરાબર કર્યો. હવે, બે બોલમાં એક રનની જરૂર હતી, ત્યારે તે મેચની યાદો તાજી થઈ ગઈ જેમાં મિલર છેલ્લા બે બોલમાં બે રન બનાવવામાં નિષ્ફળ ગયો હતો. પરંતુ આ વખતે, દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડીએ સીધો ચોગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો.
Published On - 8:09 pm, Sat, 18 April 26