AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ડેવિડ મિલરે સતત બે છગ્ગા ફટકારીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના હાથમાંથી જીત છીનવી લીધી

દિલ્હી કેપિટલ્સે સતત બીજી સિઝનમાં બેંગલુરુને તેના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર હરાવ્યું હતું. યોગાનુયોગ, કેએલ રાહુલે બંને પ્રસંગોએ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં તેણે અડધી સદી ફટકારી હતી. જોકે મિલરે અંતિમ ઓવરમાં બે સિકસર ફટકારી RCBની હાર નિશ્ચિત કરી હતી.

Breaking News: ડેવિડ મિલરે સતત બે છગ્ગા ફટકારીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના હાથમાંથી જીત છીનવી લીધી
RCB vs DCImage Credit source: X/IPL
| Updated on: Apr 18, 2026 | 8:09 PM
Share

દિલ્હી કેપિટલ્સે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 6 વિકેટથી હરાવ્યું હતું. કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સની અડધી સદી અને છેલ્લી ઓવરમાં ડેવિડ મિલરના સતત બે છગ્ગાની મદદથી દિલ્હીએ બેંગ્લોરને હરાવ્યું. આ સિઝનમાં દિલ્હીનો ત્રીજો વિજય હતો, જ્યારે બેંગ્લોરનો બીજો પરાજય થયો.

200 નો આંકડો પાર નહીં કરી શકી RCB

વિસ્ફોટક બેટ્સમેનોથી ભરેલી RCBની ટીમ આ મેચમાં પોતાની બેટિંગ કુશળતા દર્શાવવામાં નિષ્ફળ રહી અને આ સિઝનમાં પહેલીવાર સંપૂર્ણ 20 ઓવર રમવા છતાં 200 રનનો આંકડો પાર કરી શકી નહીં. વિરાટ કોહલી અને ફિલ સોલ્ટે ફરી એકવાર RCB માટે ઝડપી શરૂઆત કરી, પરંતુ દિલ્હીના બોલરોએ RCBનીની ઇનિંગ પર બ્રેક લગાવી દીધી. ફિલ સોલ્ટે 65 રનની ઝડપી ઇનિંગ રમી, પરંતુ તેના સિવાય, RCBનો બીજો કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહીં. દિલ્હી માટે કેપ્ટન અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને લુંગી એનગીડીએ 2-2 વિકેટ લીધી.

બર્થ ડે બોય રાહુલની ફિફ્ટી

દિલ્હીના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ તેમની બેટિંગ ખરાબ શરૂઆત થઈ. સ્ટાર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પોતાની પહેલી બે ઓવરમાં ત્રણ વિકેટ લઈને દિલ્હીને મુશ્કેલીમાં મુકી દીધી. માત્ર 18 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ કેએલ રાહુલે બાજી સંભાળી. પોતાના જન્મદિવસને ખાસ બનાવતા, રાહુલે વળતો હુમલો કર્યો અને 30 બોલમાં અડધી સદી ફટકારીને ટીમને વાપસી અપાવી. રાહુલના આઉટ થયા પછી, ટ્રિસ્ટન સ્ટબ્સ, કેપ્ટન અક્ષર અને પછી ડેવિડ મિલરની સાથે મળીને ટીમને વિજય તરફ દોરી ગયા.

મિલરે સતત બે છગ્ગા ફટકાર્યા

દિલ્હીને અંતિમ ઓવરમાં જીતવા માટે 15 રનની જરૂર હતી. પહેલા બે બોલમાં ફક્ત બે રન જ આવ્યા. ત્યારબાદ મિલરે સતત બે છગ્ગા ફટકારીને સ્કોર બરાબર કર્યો. હવે, બે બોલમાં એક રનની જરૂર હતી, ત્યારે તે મેચની યાદો તાજી થઈ ગઈ જેમાં મિલર છેલ્લા બે બોલમાં બે રન બનાવવામાં નિષ્ફળ ગયો હતો. પરંતુ આ વખતે, દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડીએ સીધો ચોગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો.

Breaking News: ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

Follow Us
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
g clip-path="url(#clip0_868_265)">