Breaking News : સતત 5 હાર બાદ પોઈન્ટ ટેબલમાં પંજાબ મજબુત છે, મુંબઈને જીતનો કોઈ ફાયદો મળ્યો નહીં

IPL Points Table 2026 : આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સની ટીમ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તે સતત 5 મેચ હારી ચૂકી છે. બીજી બાજુ મુંબઈ ઈન્ડિયન્સને સીઝનની ચોથી જીત મળી છે. ત્યારબાદ પ્લેઓફની રેસ પણ રોમાંચક બની છે.

Breaking News : સતત 5 હાર બાદ પોઈન્ટ ટેબલમાં પંજાબ મજબુત છે, મુંબઈને જીતનો કોઈ ફાયદો મળ્યો નહીં
| Updated on: May 15, 2026 | 8:34 AM

આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સની ગાડી જીત પરથી નીચે ઉતરી ગઈ છે. સીઝનની 58મી મેચમાં તેમણે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે પંજાબની ટીમ સીઝનમાં સતત 5 મેચ હારી ચૂકી છે. પરંતુ આ ખરાબ પ્રદર્શન બાદ પણ તે પ્લેઓફની રેસમાં બનેલી છે. તેમજ પોઈન્ટ ટેબલમાં મજબુત સ્થિતિમાં જોવા મળી રહી છે.

5 હાર બાદ પણ પોઈન્ટ ટેબલમાં મજબુત પંજાબ

પંજાબ કિંગ્સે પોતાની પહેલી 7 મેચમાં એક પણ હારનો સામનો કર્યો ન હતો. તે 13 પોઈન્ટની સાથે પહેલા સ્થાને હતી પરંતુ હવે તે સતત 5 મેચની હાર બાદ ટોપ-4માં બનેલી છે. પંજાબ કિંગ્સે કુલ 12 મેચ રમી છે અને તે 13 પોઈન્ટ અને 0.355ના નેટ રન રેટની સાથે ચોથા સ્થાને છે. મુંબઈ વિરુદ્ધ મળેલી હારથી પહેલા જે સ્થાને હતી તે સ્થાને છે. પરંતુ હવે તેના માટે પ્લેઓફનો રસ્તો ખુબ મુશ્કેલ બન્યો છે. બંન્ને માટે કરો યા મરો જેવી સ્થિતિ છે.

બીજી બાજુ મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ પોઈન્ટ ટેબલમાં કોઈ ફાયદો થયો નથી. આ 12 મેચમાં તેની ચોથી જીત છે. તે 8 પોઈન્ટ સાથે હજુ 9માં સ્થાને છે. માત્ર લખનૌની ટીમ નીચે છે. જેના નામે 11 મેચમાં માત્ર 6 પોઈન્ટ છે.

 

ટોપ પર આરસીબી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ હજુ પહેલા સ્થાને છે. તેમણે 12માંથી 8 મેચ જીતી છે. તેના 16 પોઈન્ટ છે. નેટ રન રેટ પણ 1.053 છે, પ્લેઓફની રેસ પણ ખુબ મહત્વની છે. ગુજરાત ટાઈટન્સની ટીમે પણ 12 માંથી 8 મેચ જીતવાની સાથે 16 પોઈન્ટ છે. પરંતુ નેટ રન રેટના કારણે બીજા સ્થાને છે. આ સિવાય સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 12 મેચમાં 7 જીત અને 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

પંજાબ કિંગ્સે 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. 17 ઓવર પછી, પંજાબ કિંગ્સનો સ્કોર 7  વિકેટે માત્ર 147 રન હતો. જોકે, તેમણે છેલ્લી ત્રણ ઓવરમાં 53 રન બનાવીને  200 રનનો આંકડો પાર કર્યો.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us