AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાકિસ્તાનની હારથી ભારતના ખેલાડીઓને ફાયદો, ICC રેન્કિંગમાં મોટો ફેરફાર

ICC Test Rankings: બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ બાદ ICC એ લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. બાંગ્લાદેશ સામે પાકિસ્તાનની હારથી ભારતીય ટીમના ખેલાડીઓને ઘણો ફાયદો થયો છે. બુમરાહ-શુભમન સહિત ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓની રેન્કિંગમાં સુધારો થયો છે.

Breaking News: પાકિસ્તાનની હારથી ભારતના ખેલાડીઓને ફાયદો, ICC રેન્કિંગમાં મોટો ફેરફાર
ICC Test Rankings Indian playersImage Credit source: X
| Updated on: May 13, 2026 | 8:54 PM
Share

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ભાગ રૂપે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. પાકિસ્તાન શ્રેણીની પહેલી મેચ 104 રનથી હારી ગયું હતું. આ મેચમાં પાકિસ્તાની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જેની અસર ICC ટેસ્ટ રેન્કિંગમાં પડી છે. આ મેચમાં હાર સાથે પાકિસ્તાની ખેલાડીઓને રેન્કિંગમાં નુકસાન થયું છે, જેના કારણે ભારતીય ખેલાડીઓના રેન્કિંગમાં સુધારો થયો છે.

પાકિસ્તાનની હારથી ભારતીય ખેલાડીઓને ફાયદો

ICC દ્વારા જાહેર કરાયેલ લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટોચ પર યથાવત છે. બુમરાહે 879 પોઈન્ટ સાથે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. બેટિંગ રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો જો રૂટ 880 પોઈન્ટ સાથે ટોચ પર છે. યુવા ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ આઠમા સ્થાને અને કેપ્ટન શુભમન ગિલ નવમા સ્થાને છે. જયસ્વાલના 750 પોઈન્ટ છે જ્યારે ગિલ 730 પોઈન્ટ સાથે એક સ્થાન ઉપર ગયો છે. હકીકતમાં, પાકિસ્તાનનો સઈદ શકીલ છ સ્થાન નીચે ગયો છે, જેનો શુભમન ગિલને ફાયદો થયો છે.

ગિલ-યશસ્વી-પંતને રેન્કિંગમાં ફાયદો

રિષભ પંત પણ 15 મા ક્રમેથી 14 મા ક્રમે પહોંચી ગયો છે. બાબર આઝમ ઈજાને કારણે એક સ્થાન નીચે આવી ગયો હોવાથી રવિન્દ્ર જાડેજા પણ 22 મા ક્રમે પહોંચી ગયો છે. આ દરમિયાન, બાંગ્લાદેશનો સ્ટાર બેટ્સમેન નઝમુલ હુસૈન શાંતો 16 સ્થાનના ફાયદા સાથે 23મા ક્રમે પહોંચી ગયો છે.

બુમરાહ નંબર 1, સિરાજ 12 મા ક્રમે

ભારતીયોમાં બોલરોમાં બુમરાહ પછી મોહમ્મદ સિરાજ 12 મા ક્રમે છે. રવિન્દ્ર જાડેજા 14 મા અને કુલદીપ યાદવ 15 મા ક્રમે છે. આ દરમિયાન, ઓસ્ટ્રેલિયાનો અનુભવી ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક બીજા સ્થાને, જ્યારે કેપ્ટન પેટ કમિન્સ ચોથા સ્થાને પહોંચી ગયો છે. ન્યુઝીલેન્ડનો મેટ હેનરી પણ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. હકીકતમાં, પાકિસ્તાની બોલર નોમાન અલી ત્રણ સ્થાન નીચે ઉતર્યો છે, જેના પરિણામે આ ત્રણેય બોલરોને એક-એક સ્થાનનો ફાયદો થયો છે.

Breaking News: IPL 2026માં ગુજરાત ટાઈટન્સની સફળતા પાછળ છુપાયેલું છે આ ખાસ રહસ્ય, T20 ક્રિકેટમાં સાબિત કર્યું મહત્વ

Follow Us
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
g clip-path="url(#clip0_868_265)">