IPL 2024: નહિ સુધરે હાર્દિક પંડ્યા, પહેલા રોહિત શર્મા અને હવે મલિંગા કેટલી ખુરશી ખાલી કરશે હાર્દિક, જુઓ વીડિયો

|

Mar 28, 2024 | 2:35 PM

આઈપીએલની આ સીઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપની સતત ચર્ચાઓ થઈ રહી છે. ચાહકોથી લઈને પૂર્વ ક્રિકેટર સુધી પંડ્યાની કેપ્ટનશીપ પર ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે પંડ્યાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

IPL 2024: નહિ સુધરે હાર્દિક પંડ્યા, પહેલા રોહિત શર્મા અને હવે મલિંગા કેટલી ખુરશી ખાલી કરશે હાર્દિક, જુઓ વીડિયો

Follow us on

રોહિત શર્માને દુર કરી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપની જવાબદારી સોંપી છે. તેની કેપ્ટનશીપમાં મુંબઈનું પ્રદર્શન કાંઈ ખાસ રહ્યું નથી. અત્યાર સુધી રમાયેલી બંન્ને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈની હાર માટે હાર્દિકની ખરાબ કેપ્ટનશીપને દોષી માનવામાં આવી રહી છે. તેમના ચાહકો પણ તેના કેપ્ટનશીપ બનવા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ હાર્દિક પંડ્યાનો કાંઈ અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. રોહિત શર્મા સાથે ખરાબ વર્તન કર્યું હતુ.જે રોહિતના ચાહકોને પસંદ આવ્યું ન હતુ.

બેટિંગ કોચનું અપમાન

હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલી એક મેચ સાથે જોડાયેલો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બોલિંગ અને બેટિંગ કોચનું અપમાન સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.હાર્દિક પંડ્યા પોતાની ઈનિગ્સ માટે તૈયાર થઈ રહ્યો છે.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

 

 

તેની સામે બેટિંગ કોચ કિરોન પોલાર્ડ અને બોલિંગ કોચ લસિથ મલિંગા ખુરશી પર બેઠા છે. તે દરમિયાન પંડ્યા પોલાર્ડ સાથે કાંઈ વાત કરી રહ્યો છે અને એવું લાગી રહ્યું છે કે, પંડ્યા બેસવા માટે ખુરશી માંગે છે. આ જોઈ પોલાર્ડ પોતાની ખુરશી પરથી ઉભો થઈ જાય છે અને મલિંગા તેને રોકે છે અને પોતાની ખુરશી ખાલી કરી ચાલ્યો જાય છે. અને ત્યારબાદ હાર્દિક પંડ્યા ખુરશી પર બેસી જાય છે.

હાર્દિકે મલિંગાનું અપમાન કર્યું

હવે સોશિયલ મીડિયા પર ચાહકોને પંડ્યાનું આ વર્તન પસંદ આવ્યું નથી. લોકોએ કહ્યુ 2 સિનિયર ખેલાડીઓ સામે આવું વર્ચન, કોઈએ લખ્યું હાર્દિકે મલિંગાનું અપમાન કર્યું છે. કોઈએ કહ્યું આ સિનિયરોનું અપમાન છે.હાર્દિક પંડ્યાના પ્રદર્શનને લઈ તે લોકોના નિશાને આવ્યો છે. હૈદરાબાદ વિરુદ્ધ મેચ બાદ ટીમ મેનેજમેન્ટે પણ આ વાતને લઈ ખુબ નિરાશ જોવા મળી રહ્યા છે. નીતા અંબાણી થી લઈ અનંત અંબાણી રોહિત શર્મા સાથે વાત કરી રહ્યા છે. જેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાર્દિક પંડ્યાને ખુબ ટ્રોલ પણ કરી રહ્યા છે. સતત હાર્દિક પંડ્યાને નિશાન સાધી રહ્યા છે.

આ પણ વાંચો : IPL 2024: પઠાણ બંધુને ન ગમી હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ, X પર પોસ્ટ કરી ઠાલવ્યો રોષ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 2:34 pm, Thu, 28 March 24

Next Article