સાઉથ આફ્રિકામાં જન્મ લીધો, નેધરલેન્ડથી કર્યું International Cricket માં ડેબ્યુ, હવે ન્યુઝીલેન્ડની ટીમમાં મળી તક, આ ખેલાડી છે અદ્ભુત!

|

Jun 21, 2022 | 8:29 AM

NZ squad for Ireland, Scotland and Netherlands: 30 વર્ષીય સ્પિનર ​​માઈકલ રિપ્પન (Michael Rippon) ને ન્યૂઝીલેન્ડની T20 ટીમમાં જગ્યા મળી છે. કિવી ટીમ આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ સામે મર્યાદિત ઓવરની શ્રેણી રમશે.

સાઉથ આફ્રિકામાં જન્મ લીધો, નેધરલેન્ડથી કર્યું International Cricket માં ડેબ્યુ, હવે ન્યુઝીલેન્ડની ટીમમાં મળી તક, આ ખેલાડી છે અદ્ભુત!
Netherland Cricket (PC: TV9)

Follow us on

ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી હારી ચૂકેલી ન્યુઝીલેન્ડ (New Zealand Cricket) ની ટીમે હવે વધુ ત્રણ ટીમો સામે ટક્કર લેવાની છે. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ બાદ આ ટીમને આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડનો સામનો કરવાનો છે. આ ટક્કર T20 અને ODI ફોર્મેટમાં થવાની છે અને ન્યુઝીલેન્ડે પણ આ સીરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડે આયર્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે ટોમ લાથમને કેપ્ટન તરીકે પસંદ કર્યા છે. જ્યારે કેન વિલિયમસનને આરામ આપવામાં આવ્યો છે. તો સ્પિનર ​​મિશેલ સેન્ટનરને આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સ સામેની T20 શ્રેણી માટે કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર માઈકલ રિપ્પન (Michael Rippon) ને પણ T20 ટીમમાં સ્થાન મળ્યું છે. જે દક્ષિણ આફ્રિકન મૂળનો છે અને તેણે નેધરલેન્ડ માટે 9 ODI અને 18 T20 મેચ રમી છે. હવે આ ખેલાડી પોતાની જ જૂની ટીમ સામે રમતા જોવા મળશે.

કોણ છે માઇકલ રિપૉન

તમને જણાવી દઈએ કે માઈકલ રિપ્પનનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેણે કેપટાઉનમાં શાળામાં અભ્યાસ કર્યો હતો અને ડચ નાગરિક હોવાને કારણે તેણે અંગ્રેજી કાઉન્ટી ક્રિકેટ પણ રમી હતી. 2010માં, તેણે દક્ષિણ આફ્રિકાની ટીમ કેપ કોબ્રાસ માટે ટી20માં પ્રવેશ કર્યો અને 2012માં તે સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબમાં જોડાયો. બીજા જ વર્ષે તેણે નેધરલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. માઇકલ રિપૉન ડાબા હાથે બોલિંગ કરે છે અને જમણા હાથે બેટિંગ કરે છે. આ ખેલાડીએ અત્યાર સુધી 9 વનડેમાં 30ની એવરેજથી 180 રન બનાવ્યા છે. ટી20માં પણ રિપ્પનની એવરેજ 30થી વધુ છે. તેણે 18 T20 મેચ રમી છે. આ સિવાય તેના નામે 13 ODI અને 15 T20 વિકેટ પણ છે. T20માં રિપ્પનનો ઈકોનોમી રેટ માત્ર 6.11 છે જે તેને ખૂબ જ ખાસ ઓલરાઉન્ડર બનાવે છે.

આયરલેન્ડ સામે વન-ડે સીરિઝ માટે ન્યુઝીલેન્ડની ટીમ

ટોમ લેથમ (સુકાની), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેન ક્લેવર, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, મેટ હેનરી, એડમ મિલ્ને, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, બ્લેર ટિકનર, વિલ યંગ.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આયરલેન્ડ, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ સામે ન્યુઝીલેન્ડની ટી20 ટીમ

મિશેલ સેન્ટનર (સુકાની), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેન ક્લીવર, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, એડમ મિલ્ને, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ રિપન, બેન સીયર્સ, ઈશ સોઢી, બ્લેર ટિકનર.

તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડની ટીમ આયર્લેન્ડ સામે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની સીરીઝ રમશે. આ પછી તે સ્કોટલેન્ડ સામે બે વનડે અને બે ટી-20 મેચોની શ્રેણી રમશે. અંતે તે નેધરલેન્ડ સામે બે T20 મેચ રમશે.

Next Article