Ahmedabad Test 3rd day report : વિરાટ કોહલીની ફિફટી, શુભમન ગિલની સેન્ચુરી….પણ ભારતીય ટીમ હજુ 191 રન પાછળ
India vs Australia 4th test Match 3rd day report : ઓસ્ટ્રેલિયા સામેની અમદાવાદ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ધમાકેદાર બેટિંગ કરી છે. ચાલો જાણીએ ત્રીજા દિવસે મેચમાં કઈ કઈ ઘટના બની.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. અમદાવાદ ટેસ્ટનો ત્રીજો દિવસ પણ ખુબ જ રોમાંચક રહ્યો હતો. ત્રીજા દિવસની રમતમાં ભારતનો દબદબો જોવા મળ્યો હતો. લંચ બ્રેક સુધી ભારતનો સ્કોર 37 ઓવરમાં 1 વિકેટ સાથે 129 હતો. 21મી ઓવરમાં રોહિત શર્મા 35 રન બનાવી આઉટ થયો હતો. પ્રથમ વિકેટ માટે ગિલ અને રોહિતએ 74 રનની પાર્ટનરશિપ કરી હતી.ત્યાર બાદ શુભમન ગિલ અને પૂજારાએ બીજી વિકેટ માટે 113 રનની પાર્ટનરશિપ કરી હતી. આ દરમિયાન શુભમન ગિલે બીજી ટેસ્ટ સેન્ચુરી ફટકારી હતી. પૂજારા 42 રન બનાવી આઉટ થયો હતો. ટી બ્રેક સુધી 63 ઓવરમાં ભારતનો સ્કોર 188/2 હતો.
ત્રીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર 289/3 રહ્યો છે. જેમાં શુભમન ગિલએ સૌથી વધારે 128 રન બનાવ્યા હતા. તેણે આ દરમિયાન 1 સિક્સર અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા. અંતે જાડેજા 16 રન પર અને વિરાટ કોહલી 59 રન પર અણનમ રહ્યો હતો.
પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 90 ઓવરમાં 4 વિકેટે 255 રન બનાવ્યા હતા. ઓપનર ઉસ્માન ખ્વાજા 104 અને કેમેરોન ગ્રીન 49 રન બનાવીને અણનમ રહ્યા હતા.શુક્રવારે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 480 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો. જવાબમાં ભારતે સ્ટમ્પ સુધી કોઈ પણ નુકશાન વિના 36 રન બનાવ્યા હતા.
જણાવી દઈએ કે ઉસ્માન ખ્વાજા (180) અને કેમરન ગ્રીન (114)ની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 167.3 ઓવરમાં 480 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ખ્વાજા-ગ્રીને પાંચમી વિકેટ માટે 308 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 6 વિકેટ લીધી હતી.
જો ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સીધો પ્રવેશ કરવો હોય તો તેને આ મેચ જીતવી પડશે. જો ભારતીય ટીમ આ મેચ હારે છે અથવા મેચ ડ્રો થાય છે તો પરિણામ ન્યુઝીલેન્ડ-શ્રીલંકા ટેસ્ટ સીરીઝ પર નિર્ભર રહેશે. જો શ્રીલંકાને WTC ફાઇનલમાં પહોંચવું હોય તો બંને મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવવું પડશે. ઓસ્ટ્રેલિયાએ પહેલા જ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
શુભમન ગિલની બીજી ટેસ્ટ સેન્ચુરી
Take a bow, Shubman Gill #INDvAUS #TeamIndia pic.twitter.com/M8U2gneid8
— BCCI (@BCCI) March 11, 2023
Shubman Gill – The future star of world cricket. pic.twitter.com/d8GDwSU0cO
— Johns. (@CricCrazyJohns) March 11, 2023
ગિલ 2 ચોગ્ગાની મદદથી 88 રન સુધી પહોંચી ગયો હતો. આ પછી પુજારા પણ થોડો હુમલો કરવાના મૂડમાં જોવા મળ્યો હતો. ગિલ 61મી ઓવરમાં નાથન લિયોનના માથા પર ચોગ્ગા ફટકારીને 96 રન સુધી પહોંચી ગયો હતો.
શુભમન ગિલના કરિયરની સાતમી સેન્ચુરી
- શુભમન ગિલએ પોતાના ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયરમાં કુલ સાત સેન્ચુરી ફટકારી છે.
- વર્ષ 2022માં તેણે ઝિમ્બામ્વે સામે તેણે પ્રથમ વનડે સદી ફટકારી હતી. તેણે આ વનડેમાં 130 રન ફટકાર્યા હતા.
- વર્ષ 2022માં તેણે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. તેણે આ ટેસ્ટમાં કુલ 110 રન બનાવ્યા હતા.
- વર્ષ 2023માં તેણે બીજી વનડે સદી શ્રીલંકા સામે ફટકારી હતી. આ વનડેમાં તેણે 116 રન બનાવ્યા હતા.
- વર્ષ 2023માં તેણે ત્રીજી વનડે સદી ન્યૂઝીલેન્ડ સામે ફટકારી હતી. આ વનડે માં તેણે બેવડી સદી નોંધાવી કુલ 208 રન ફટકાર્યા હતા.
- વર્ષ 2023માં તેણે ચોથી વનડે સદી ફરી ન્યૂઝીલેન્ડ સામે ફટકારી હતી. આ વનડેમાં તેણે 112 રન ફટકાર્યા હતા.
- વર્ષ 2023માં તેણે પ્રથમ ટી20 સદી ન્યુઝીલેન્ડ સામે ફટકારી હતી. તે મોટેરા સ્ટેડિયમની ટી20 મેચમાં 126 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
- વર્ષ 2023માં આજે ઓસ્ટ્રેલિયા સામે તેણે બીજી ટેસ્ટ સદી ફટકારી છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આ તેની બીજી સદી છે.
વિરાટ કોહલીના 4000 રન પૂરા
Milestone – #INDvAUS #TeamIndia | @imVkohli pic.twitter.com/W6lPx7savd
— BCCI (@BCCI) March 11, 2023
આજે ઓસ્ટ્રેલિયા સામે મેચમાં વિરાટ કોહલીએ ભારતની ધરતી પર 4000 ટેસ્ટ રન પૂરા કર્યા છે. તેણે 50 મેચમાં 4000 ટેસ્ટ રન ફટકાર્યા છે. આ સાથે તે સૌથી ઝડપી 4000 ટેસ્ટ રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે.
પૂજારા અને રોહિતના નામે આ રેકોર્ડ નોંધાયા
Milestone Alert @cheteshwar1 completes 2⃣0⃣0⃣0⃣ Test runs against Australia
Follow the match ▶️ https://t.co/8DPghkx0DE#INDvAUS | @mastercardindia pic.twitter.com/c0YZL3j0yj
— BCCI (@BCCI) March 11, 2023
ચેતેશ્લર પૂજારાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2000 ટેસ્ટ રન પૂરા કર્યા હતા. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 હજાર રન પૂરા થયા છે. 17 હજાર રન બનાવનાર રોહિત છઠ્ઠો ભારતીય બેટ્સમેન છે. તેના પહેલા સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, મહેન્દ્ર સિંહ ધોની અને વિરેન્દ્ર સેહવાગે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 હજાર રન કર્યા હતા.