
ક્રિકેટ જગતમાં જ્યારે પણ ભારત અને પાકિસ્તાન મેદાન પર સામ-સામે આવે છે, ત્યારે વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર આ મહામુકાબલા પર હોય છે. એવામાં આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક જ દિવસે બે મેચ રમાશે. ટૂંકમાં ક્રિકેટ પ્રેમીઓ માટે આખો દિવસ રોમાંચથી ભરપૂર રહેવાનો છે.
સરળ શબ્દોમાં કહીએ તો, આવતા મહિનાની 15 તારીખે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 મુકાબલા રમાશે, તેવું નક્કી થઈ ગયું છે. વાત એમ છે કે, T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થઈ રહી છે.
ભારત અને શ્રીલંકાની ધરતી પર આ ટૂર્નામેન્ટ રમાશે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમ 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે ટકરાશે. આ મુકાબલો કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી રમાશે.
બીજા મુકાબલાની વાત કરીએ તો, T20 વર્લ્ડ કપ 2026 માં ભારત-પાકિસ્તાન મુકાબલા પહેલા IND vs PAK ની મેચ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ રમાશે. રસપ્રદ વાત એ છે કે, આ મુકાબલો પણ 15 ફેબ્રુઆરીએ T20 ફોર્મેટમાં જ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ મુકાબલો એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 ટૂર્નામેન્ટમાં રમાશે.
’ ~
The #DPWorldWomensAsiaCupRisingStars2026 is set to bring bold performances, big moments and the future of Asian cricket to the forefront. pic.twitter.com/Vt4FgRy14A
— AsianCricketCouncil (@ACCMedia1) January 19, 2026
આ ટૂર્નામેન્ટના શિડ્યુલની જાહેરાત થયા બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 વખત ટક્કર થશે. સારી વાત એ છે કે, બંને મુકાબલાનો સમય અલગ-અલગ છે, જેથી ક્રિકેટ ચાહકો બંને મેચનો આનંદ માણી શકશે.
T20 વર્લ્ડ કપમાં જ્યાં પુરુષોની ટીમ ભાગ લેશે, ત્યાં બીજી તરફ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 માં મહિલા ટીમ પોતાનો જલવો બતાવતી જોવા મળશે. વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 માં કુલ 8 ટીમ ભાગ લેશે, જેને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવેલ છે. ગ્રુપ-A માં ઇન્ડિયા-એ, પાકિસ્તાન-એ, યુએઈ (UAE) અને નેપાળની ટીમ છે. ગ્રુપ-B માં બાંગ્લાદેશ-એ, શ્રીલંકા-એ, મલેશિયા અને યજમાન થાઈલેન્ડને સ્થાન આપવામાં આવ્યું છે.