એશિયન ક્રિકેટમાં થશે મોટો ફેરફાર, આ પાકિસ્તાની જય શાહનું સ્થાન લેશે!

|

Jul 30, 2024 | 5:57 PM

આ વર્ષના અંતમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં મોટો ફેરફાર જોવા મળશે. BCCIના સચિવ જય હાલમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પણ છે. પરંતુ તેમનો કાર્યકાળ આ વર્ષના અંતમાં પૂરો થવા જઈ રહ્યો છે અને તેમનું સ્થાન હવે એક પાકિસ્તાની લેશે.

એશિયન ક્રિકેટમાં થશે મોટો ફેરફાર, આ પાકિસ્તાની જય શાહનું સ્થાન લેશે!
Jay Shah

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહ વર્ષ 2021 થી એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પણ છે. તેઓ છેલ્લા ઘણા સમયથી સમગ્ર એશિયામાં ક્રિકેટ માટે સારું કામ કરી રહ્યા છે. પરંતુ તેમનો કાર્યકાળ આ વર્ષના અંતમાં પૂરો થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા અધ્યક્ષ તરીકે જય શાહના સ્થાને કોણ લેશે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ રેસમાં પાકિસ્તાનનો એક દિગ્ગજ સૌથી આગળ છે.

ACCને મળશે નવા પ્રમુખ

અહેવાલો અનુસાર મોહસિન નકવીને ACCના નવા અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વર્તમાન અધ્યક્ષ નકવીને રોટેશન પોલિસી હેઠળ ACCના નવા અધ્યક્ષ બનાવવામાં આવનાર છે. તમને જણાવી દઈએ કે ACCની તાજેતરની બેઠકમાં પ્રમુખ પદના મુદ્દા પર ચર્ચા થઈ હતી જેમાં નકવી આગામી પ્રમુખ બનવાની રેસમાં છે. ACCની બેઠક આ વર્ષના અંતમાં મળશે, જ્યાં આ મુદ્દે નિર્ણય આપવામાં આવી શકે છે.

જય શાહનો કાર્યકાળ થશે સમાપ્ત

જય શાહ સૌપ્રથમ જાન્યુઆરી 2021માં ACCના અધ્યક્ષ બન્યા હતા. તેમણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હસનના સ્થાને આ પદ સંભાળ્યું હતું. આ પછી, આ વર્ષની શરૂઆતમાં જય શાહને તેમના કાર્યકાળ માટે એક વર્ષનું એક્સટેન્શન મળ્યું. જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ફેબ્રુઆરી 2024 માં જ સૈયદ મોહસીન રઝા નકવીને ત્રણ વર્ષના કાર્યકાળ માટે તેના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

કાર્યકાળ દરમિયાન બે સફળ ટુર્નામેન્ટનું આયોજન

જય શાહના કાર્યકાળ હેઠળ, ACC એ 2022માં T20 ફોર્મેટમાં અને 2023માં ODI ફોર્મેટમાં એશિયા કપનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેમાં એશિયાની મુખ્ય ક્રિકેટ ઈવેન્ટ્સનું આયોજન કરવાની ક્ષમતા દર્શાવવામાં આવી હતી. આ સિવાય હાલમાં જ આગામી બે એશિયા કપની યજમાનીને લઈને પણ મોટા સમાચાર આવ્યા છે. ભારત 2025 મેન્સ એશિયા કપની યજમાની કરશે. આ ટુર્નામેન્ટ 20 ઓવરના ફોર્મેટમાં રમાશે. જેમાં 6 ટીમો ભાગ લેશે. આ સિવાય 2027 એશિયા કપની યજમાની બાંગ્લાદેશ કરશે. 2027 એશિયા કપ ODI ફોર્મેટમાં યોજાશે.

આ પણ વાંચો: Paris Olympics 2024: ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ નિવૃત્તિની જાહેરાત કરી, પેરિસ ઓલિમ્પિકમાં રમી છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article