IND vs ENG Test: ભારત સામેની ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડને મોટો ફટકો, કેપ્ટન સ્ટોક્સ થઈ શકે છે બહાર

|

Jun 22, 2022 | 6:45 AM

Cricket : ટીમ ઈન્ડિયા (Team India) ઈંગ્લેન્ડ સામે ગયા વર્ષે તેના ઘરે રમાયેલી પાંચ ટેસ્ટ મેચની (Test Match) શ્રેણીમાં 2-1થી આગળ છે. હવે છેલ્લી ટેસ્ટ 1 જુલાઈથી બર્મિંગહામમાં રમાશે.

IND vs ENG Test: ભારત સામેની ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડને મોટો ફટકો, કેપ્ટન સ્ટોક્સ થઈ શકે છે બહાર
Ben Stokes (PC: The Telegraph)

Follow us on

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે ટીમ ઈન્ડિયા (Team India) સામે 1 જુલાઈથી તેમના જ ઘરમાં ટેસ્ટ મેચ રમવાની છે. આ પહેલા ઈંગ્લિશ ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલ સમાચાર પ્રમાણે ઇંગ્લેન્ડ ટીમનો કેપ્ટન બેન સ્ટોક્સ (Ben Stokes) આ એકમાત્ર ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે. હાલ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ પહોંચી ગઇ છે અને એક માત્ર ટેસ્ટ મેચ માટે મેદાન પર પરસેવો પાડી રહી છે.

વાત એમ છે કે ઇંગ્લેન્ડની ટીમે 23 જુલાઇથી લીડ્ઝમાં ન્યૂઝીલેન્ડ સામે શ્રેણીની છેલ્લી એટલે કે ત્રીજી ટેસ્ટ મેચ રમવાની છે. આ માટે ઈંગ્લિશ ટીમ જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે. પરંતુ મંગળવારે બેન સ્ટોક્સે ટીમ સાથે પ્રેક્ટિસ કરી ન હતી.

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઇ શકે છે બેન સ્ટોક્સ

અંગ્રેજી મીડિયાના અહેવાલ મુજબ બેન સ્ટોક્સની તબિયત ખરાબ છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ઇંગ્લેન્ડની ટીમે ન્યૂઝીલેન્ડ સામે શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ સુકાની વિના રમવી પડશે. આ ઉપરાંત બેન સ્ટોક્સ ટીમ ઈન્ડિયા સામે ટેસ્ટ મેચ રમી શકશે કે નહીં તે પણ હજુ નક્કી નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જો કે ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની છેલ્લી એટલે કે પાંચમી ટેસ્ટ 1 જુલાઈથી બર્મિંગહામમાં રમાશે. આવી સ્થિતિમાં બેન સ્ટોક્સ પાસે હવે લગભગ 9 દિવસનો સમય છે. હાલમાં બેન સ્ટોક્સને કોરોના થયો છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી. તેનો અગાઉનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ જીતીને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0 ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આવી સ્થિતિમાં જો બેન સ્ટોક્સ ત્રીજી ટેસ્ટ પણ નહીં રમે તો ટીમ પર તેની કોઈ અસર નહીં થાય.

એક વર્ષથી ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ સીરિઝ ચાલુ છે

હકિકતમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ રમાઈ રહી છે. તેની છેલ્લી મેચ 1 જુલાઈથી બર્મિંગહામમાં રમાશે. તમને જણાવી દઈએ કે આ સિરીઝ ગયા વર્ષે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ ગત વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ પર 4 ટેસ્ટ મેચમાં 2-1થી લીડ મેળવી હતી. કોરોના કેસના કારણે છેલ્લી ટેસ્ટ મેચ થઈ શકી ન હતી.

આ મેચ સ્થગિત કરવામાં આવી હતી. જે આ વખતે થઈ રહી છે. આ શ્રેણીની આ નિર્ણાયક કસોટી છે. જો ભારતીય ટીમ જીતશે તો શ્રેણી 3-1થી જીતી જશે. પરંતુ જો ઈંગ્લેન્ડ જીતશે તો શ્રેણી 2-2થી ડ્રો થઈ જશે.

Next Article