પાકિસ્તાનમાં રમવા માટે પૈસા નહીં લે બેન સ્ટોક્સ, જાણો કેમ લીધો આ મોટો નિર્ણય?

|

Nov 29, 2022 | 1:10 PM

ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝ રમવા પાકિસ્તાન પહોંચી છે. પ્રથમ ટેસ્ટ 1 ડિસેમ્બરથી રાવલપિંડીમાં રમાશે. પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ પહેલા ઈંગ્લેન્ડ (England)ને મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડ રાવલપિંડી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.

પાકિસ્તાનમાં રમવા માટે પૈસા નહીં લે બેન સ્ટોક્સ, જાણો કેમ લીધો આ મોટો નિર્ણય?
પાકિસ્તાનમાં રમવા માટે પૈસા નહીં લેશે બેન સ્ટોક્સ
Image Credit source: AFP Photo

Follow us on

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ રાવલપિંડીમાં 1 ડિસેમ્બરથી શરુ થશે. પાકિસ્તાન માટે આ ટેસ્ટ સિરીઝ ખુબ મહત્વની છે. કારણ કે, ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષ બાદ ક્રિકેટના સૌથી મોટા ફોર્મેન્ટ માટે અહી પહોંચી છે. આ ટેસ્ટ સિરીઝના વિજેતા કોણ હશે. આ વિશે તો સિરીઝના અંતે ખબર પડશે પરંતુ આ પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટને પાકિસ્તાનના લોકોનું દિલ જીતી લીધું છે. બેન સ્ટોક્સે એક એવો નિર્ણય લીધો છે જેનાથી તેની ચર્ચા ચારે બાજુ થવા લાગી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

પાકિસ્તાનને પુરથી ખુબ નુકશાન થયું

બેન સ્ટોક્સે ટ્વિટ કરી લખ્યું ઐતિહાસિક સીરિઝ રમવા માટે પાકિસ્તાનમાં આવી ખુશી થઈ રહી છે. અમારી ટેસ્ટ ટીમ માટે 17 વર્ષ પછી પાકિસ્તાનમાં આવવું રોમાંચ છે. આ વર્ષે પાકિસ્તાનને પુરથી ખુબ નુકશાન થયું છે.જેને જોઈ મને દુખ થાય છે. આ રમતે મને જીવનમાં બધું જ આપ્યું છે અને મને લાગે છે કે, આ યોગ્ય તક છે હું કાંઈ પરત કરી શકું જે ક્રિકેટથી પણ આગળ છે. હું ટેસ્ટ સિરીઝની મારી આખી મેચની ફી પાકિસ્તાન ફ્લડ ફંડમાં દાન કરીશ. એવી આશા છે કે આ દાન પાકિસ્તાનમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં થોડી મદદ કરી શકશે.

માર્ક વુડ નહિ રમે પ્રથમ ટેસ્ટ

પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડ રાવલપિંડી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ઈંગ્લેન્ડના હેડ કોચ બ્રૈંડન મેક્કલમે જાણકારી આપી કે, વુડ અનફિટ છે અને તે પ્રથમ ટેસ્ટ રમશે નહિ, પરંતુ તેની સિરીઝના 2 ટેસ્ટ મેચ રમવાની સંભાવના છે. 3 મેચની સિરીઝની બીજી મેચ 9 ડિસેમ્બરના રોજ મુલ્તાનમાં રમશે. 17 ડિસેમ્બરની સિરીઝની છેલ્લી મેચ રમાશે. આ મેચ કરાંચીમાં રમાશે.

આ વર્ષે જૂનમાં મુશળધાર વરસાદને કારણે પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી મોટું ભયંકર પૂર આવ્યું હતું. પૂરમાં 3.3 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા હતા, જ્યારે 1700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

Next Article