Ben Stokes On Joe Root: લોર્ડ્સ ટેસ્ટમાં જીત બાદ કેપ્ટન બેન સ્ટોક્સે જો રૂટ માટે આપ્યું મહત્વનું નિવેદન

|

Jun 06, 2022 | 7:27 AM

ENG vs NZ : સુકાની તરીકે બેન સ્ટોક્સ (Ben Stokes) ની આ પ્રથમ મેચ હતી. આ મેચમાં 277 રનનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ એક સમયે મુશ્કેલીમાં હતી. પરંતુ પૂર્વ કેપ્ટન જો રૂટે (Joe Root) અણનમ 115 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી.

Ben Stokes On Joe Root: લોર્ડ્સ ટેસ્ટમાં જીત બાદ કેપ્ટન બેન સ્ટોક્સે જો રૂટ માટે આપ્યું મહત્વનું નિવેદન
Ben Stokes and Joe Root (PC: Sky Sports)

Follow us on

લોર્ડ્સ ટેસ્ટ (Lord’s Test) ના ચોથા દિવસે ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ (ENG vs NZ) ને 5 વિકેટે હરાવ્યું. કેપ્ટન તરીકે બેન સ્ટોક્સ (Ben Stokes) ની આ પ્રથમ મેચ હતી. આ મેચમાં 277 રનનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ (England Cricket) ની ટીમ એક સમયે મુશ્કેલીમાં હતી. પરંતુ પૂર્વ સુકાની જો રૂટે (Joe Root) અણનમ 115 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. આ જીત બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે મોટું નિવેદન આપ્યું છે. બેન સ્ટોક્સે કહ્યું કે, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ શાનદાર ટેસ્ટ મેચ હતી. તેણે વધુમાં કહ્યું કે, કેપ્ટન તરીકે પહેલી જ ટેસ્ટ મેચ જીતવી એ હંમેશા ખાસ લાગણી હોય છે.

જો રુટ અવિશ્વસનીય ખેલાડી છેઃ બેન સ્ટોક્સ

ઈંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સે કહ્યું કે, તેને કોચ બ્રેન્ડન મેક્કુલમ સાથે કામ કરવાનો ઘણો આનંદ છે. આ મેચમાં અમે સ્પષ્ટ માનસિકતા સાથે મેદાનમાં ઉતર્યા હતા. લોર્ડ્સ ટેસ્ટ પહેલા અમે ઘણી તૈયારી કરી હતી. તેણે કહ્યું કે આ મેચમાં ઉતાર-ચઢાવ આવ્યા હતા. પરંતુ અમે જે રીતે 279 રનનો પીછો કર્યો તે શાનદાર છે. બેન સ્ટોક્સે જો રૂટ વિશે કહ્યું કે, તે એક મહાન ખેલાડી છે. 10,000 રન પૂરા કરવા અને ચોથી ઇનિંગ્સમાં સદી ફટકારવી સરળ કામ નથી. આ સાથે જ તેણે ઈંગ્લેન્ડના બોલર પોટ્સના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે જ્યારે પણ પોટ્સ બોલિંગ કરવા માટે આવ્યો ત્યારે તેણે વિકેટ લીધી. આશા છે કે ભવિષ્યમાં પણ આવું થશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

3 મેચની સીરિઝમાં ઇંગ્લેન્ડ 1-0 થી આગળ

મહત્વનું છે કે તેની બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને 277 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી પૂર્વ સુકાની જો રૂટે અણનમ સદી ફટકારી હતી. જો રૂટ 115 રને અણનમ રહ્યો હતો. આ જીત સાથે ઈંગ્લેન્ડની ટીમ 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0 થી આગળ થઈ ગઈ છે. જો રૂટ સિવાય સુકાની બેન સ્ટોક્સે 54 રનની મહત્વની ઇનિંગ રમી હતી. તો આ ઇનિંગ્સ દરમિયાન જો રૂટે 10,000 ટેસ્ટ રન પૂરા કરવાની સિદ્ધી પોતાના નામે કરી હતી. જો રૂટ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ માટે 10,000 રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા એલિસ્ટર કૂકે આ સિદ્ધી મેળવી ચુક્યો છે.

Next Article