Ben Stokes-Joe Root: ‘બાળકો તમને જોઇને ક્રિકેટર બની રહ્યા છે’, જો રુટે બેન સ્ટોક્સને આપી ઇમોશનલ વિદાઈ, Watch Video

|

Jul 23, 2022 | 7:26 AM

Cricket : બેન સ્ટોક્સે (Ben Stokes) ODI ક્રિકેટને અલવિદા કહી દીધું છે અને ઈંગ્લેન્ડની ટીમે (England Cricket) ડ્રેસિંગ રૂમમાં તેને વિદાય આપી હતી. આ દરમિયાન પૂર્વ સુકાની જો રૂટ પણ ભાવુક દેખાયો હતો અને તેમણે ખાસ ભાષણ પણ આપ્યું હતું.

Ben Stokes-Joe Root: ‘બાળકો તમને જોઇને ક્રિકેટર બની રહ્યા છે’, જો રુટે બેન સ્ટોક્સને આપી ઇમોશનલ વિદાઈ, Watch Video
Joe Root and Ben Stokes (PC: Twitter)

Follow us on

ઈંગ્લેન્ડના ટેસ્ટ ટીમના સુકાની બેન સ્ટોક્સ (Ben Stokes) એ તાજેતરમાં જ વન-ડે ક્રિકેટ (ODI Cricket) માંથી નિવૃત્તિ લીધી છે. 31 વર્ષના બેન સ્ટોક્સે પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા હતા. સાઉથ આફ્રિકા સામે પોતાની છેલ્લી મેચ રમનાર બેન સ્ટોક્સને ડ્રેસિંગ રૂમમાં ટીમ દ્વારા ખાસ વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન ઈંગ્લેન્ડના પૂર્વ સુકાની જો રૂટ (Joe Root) એ પણ ઈમોશનલ સ્પીચ આપી હતી.

ઈંગ્લેન્ડ ક્રિકેટ (England Cricket) ટીમે જો રૂટના ભાષણનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જો રુટની આ સ્પીટનો વીડિયો ઇંગ્લેન્ડ ક્રિકેટે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો જેમાં તેણે કહ્યું કે, ‘તમારા (બેન સ્ટોક્સ) મનમાં ઘણા વિચારો હશે. એક મિત્ર તરીકે મારા મગજમાં પણ ઘણું બધું છે. કારકિર્દીમાં સતત સારૂ પ્રદર્શન કરવાની સાથે સાથે મેદાનની બહાર પણ ઘણી સારી બાબતો હતી.’

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જો રૂટે પોતાની સ્પીચમાં બેન સ્ટોક્સને કહ્યું કે, ટીમનો ભાગ બનીને નેતૃત્વની ભૂમિકામાં તમે ટીમમાં મોટો બદલાવ લાવવાનું કામ કર્યું છે. જે રીતે વિશ્વ સફેદ બોલ ક્રિકેટમાં રમી રહ્યું છે, જેમ આ રમત હવે બદલાઈ ગઈ છે, તમે તેમાં મોટી ભૂમિકા ભજવી છે.

 

જો રૂટે કહ્યું કે, ‘બેન સ્ટોક્સે ક્રિકેટ દ્વારા દેશ માટે જે કર્યું છે તેનાથી નવા લોકો ક્રિકેટ સાથે જાડાઇ રહ્યા છે. આજે તમારા કારણે ઘણા બાળકો ક્રિકેટની દુનિયામાં આવવા માંગે છે, ક્રિકેટર બનવા માંગે છે.’

તમને જણાવી દઈએ કે જ્યારે બેન સ્ટોક્સ (Ben Stokes) એ નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે તેણે કહ્યું હતું કે આજના સમયમાં ત્રણેય ફોર્મેટ રમવું સરળ નથી. કારણ કે ક્રિકેટ ખૂબ જ વધી રહ્યું છે. બેન સ્ટોક્સના આ નિર્ણયને ક્રિકેટ જગતે વખાણ્યો હતો અને તેને હિંમતભર્યું પગલું ગણાવ્યું હતું. બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડ માટે 105 વનડે રમી છે. જેમાં તેણે 3110 રન બનાવ્યા છે અને 34 વિકેટ લીધી છે. બેન સ્ટોક્સ 2019 વર્લ્ડ કપ જીતનારી ટીમનો હિસ્સો હતો.

Next Article