AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: કાનપુર ટેસ્ટ બાદ ખતમ થશે આ સ્ટાર ખેલાડીની કારકિર્દી! અચાનક નિવૃત્તિની કરી જાહેરાત

કાનપુર ટેસ્ટ મેચ પહેલા બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસને બે ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જો કે તે બાંગ્લાદેશ માટે એક ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે. કાનપુર ટેસ્ટ મેચ પહેલા શાકિબ અલ હસને પ્રેસ કોન્ફરન્સ કરી નિવૃત્તિ અંગે જાણકારી આપી હતી.

IND vs BAN: કાનપુર ટેસ્ટ બાદ ખતમ થશે આ સ્ટાર ખેલાડીની કારકિર્દી! અચાનક નિવૃત્તિની કરી જાહેરાત
Shakib Al Hasan retiredImage Credit source: PTI
| Updated on: Sep 26, 2024 | 4:10 PM
Share

ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસને બે ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે તાત્કાલિક અસરથી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દીધી છે. આ સાથે જ તેણે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે ટેસ્ટ ફોર્મેટમાંથી ક્યારે નિવૃત્તિ લેશે.

શાકિબ અલ હસને નિવૃત્તિની કરી જાહેરાત

કાનપુર ટેસ્ટ મેચ પહેલા શાકિબ અલ હસને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન, શાકિબે જાહેરાત કરી કે તેણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને આવતા મહિને મીરપુરમાં દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલું શ્રેણીના અંતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પરંતુ જો શાકિબ અલ હસનને તે શ્રેણીમાં રમવા માટે સુરક્ષા મંજૂરી નહીં મળે તો કાનપુર ટેસ્ટ મેચ તેની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચ હશે.

મીરપુરમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી

શાકિબ અલ હસને કહ્યું, ‘મેં BCBને મારી છેલ્લી ટેસ્ટ મીરપુરમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મેં BCBને આ વાત કહી છે, તેઓ મારી સાથે સહમત છે. તેઓ બધુ ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી હું બાંગ્લાદેશ જઈ શકું. જો આમ નહીં થાય તો કાનપુરમાં ભારત સામેની મેચ ટેસ્ટ ક્રિકેટમાં મારી છેલ્લી મેચ હશે આ સાથે જ શાકિબે T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તે તેની છેલ્લી મેચ રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં રમશે. 2024માં T20 વર્લ્ડ કપ રમ્યો છે.

બાંગ્લાદેશના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક

શાકિબ અલ હસનની ગણતરી બાંગ્લાદેશના સૌથી સફળ ખેલાડીઓમાં થાય છે. શાકિબ પણ વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક છે. તેણે બાંગ્લાદેશ માટે અત્યાર સુધીમાં 70 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, શાકિબ અલ હસને 4600 રન બનાવ્યા છે, જેમાં 31 અડધી સદી અને 5 સદી સામેલ છે. આ સાથે જ તેણે આ મેચોમાં 242 વિકેટ પણ લીધી છે. જેમાં 19 ઈનિંગ્સમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ સામેલ છે.

ODI ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે!

જ્યારે, જો આપણે તેની T20I કારકિર્દી વિશે વાત કરીએ, તો તેણે બાંગ્લાદેશ માટે કુલ 129 મેચ રમી છે. આ મેચોમાં શાકિબ અલ હસને 2551 રન બનાવ્યા અને 149 વિકેટ પણ લીધી. આ સિવાય શાકિબ અલ હસને બાંગ્લાદેશ માટે 247 વનડે મેચ પણ રમી છે. જેમાં તેના નામે 7570 રન અને 317 વિકેટ છે. પરંતુ તેણે ODI ફોર્મેટ અંગે કોઈ અપડેટ આપી નથી. આવી સ્થિતિમાં તે આ ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખી શકે છે.

આ પણ વાંચો: અંગદ-નેહા ધૂપિયાએ બિશન સિંહ બેદીની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું, દિગ્ગજ ક્રિકેટરો એકઠા થયા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">