BCCIની વાર્ષિક સાધારણ સભા આગામી મહિને કોલકાતામાં મળશે, લોકપાલ નિયુક્તિને લઇને પણ થશે ચર્ચા

|

Nov 14, 2021 | 12:20 AM

ઘરેલુ સિઝન ઉપરાંચ ICC, T20 વિશ્વકપ (T20 World Cup) ના આગામી વર્ષના પ્રવાસ ઉપરાંત મહિલા અને પુરુ ટીમોના કાર્યક્રમો તેમ જ ભારતીય ટીમના સહયોગી સ્ટાફની નિમણૂંકને લઇને ચર્ચા પણ થનારી છે.

BCCIની વાર્ષિક સાધારણ સભા આગામી મહિને કોલકાતામાં મળશે, લોકપાલ નિયુક્તિને લઇને પણ થશે ચર્ચા
BCCI

Follow us on

BCCI ની વાર્ષિક સાધારણ સભા (BCCI AGM) આગામી મહિને મળનારી છે. જે બેઠક કોલકાતા (Kolkata) માં યોજાશે. BCCI AGM દરમિયાન લોકપાલ નિયુક્તિને લઇને પણ ચર્ચાઓ હાથ ધરાશે તેવી પણ માહિતી આવી રહી છે. શનિવારે રાજ્ય સંઘોને એક પત્ર પાઠવવામાં આવ્યો હતો. જેમાં સપ્ટેમ્બરમાં મળનારી એજીએમ સ્થગિત કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટનુસાર આગામી 4 ડિસેમ્બરે કોલકાતામાં એજીએમ મળનારી છે. જેમાં લોકપાલ અને નૈતિકતા અધિકારીની નિમણૂંક કરવાને લઇને એજન્ડા રહેશે. હાલમાં બીસીસીઆઇમાં લોકપાલનુ પદ ખાલી છે અને તે જરુરી છે. આ પહેલા પૂર્વ ન્યાયાધિશ ડીકે જૈન આ પદ પર હતા. પરંતુ તેમનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. ત્યાર બાદ આ પદ ખાલી જ રહ્યુ હતુ. આમ હવે તે પદ પર નિયુક્તિને લઇને નિર્ણય લેવાઇ શકે છે.

લોકપાલ ઉપરાંત એજીએમના એજન્ડામાં પંદગીકારોની નિયુક્તિ પર અપડેટનો પણ સમાવેશ છે. જોકે ચેતન શર્માની આગેવાની ધરાવતી સિલેકશન સમિતીનો હજુ કાર્યકાળ ચાલુ છે. આમ છતાં પણ એજન્ડામાં આ બાબતનો સમાવેશ કરવાને લઇને અનેક લોકોને આ બાબત સમજ નથી આવી રહી. જોકે જૂનિયર સ્તરના ક્રિકેટને લઇને પસંદગકારોની વાત પણ હોઇ શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ભારતીય ટીમના આગામી પ્રવાસ અને ઘરેલુ સિઝન ઉપરાંચ આઇસીસી, ટી20 વિશ્વકપના આગામી વર્ષના પ્રવાસ ઉપરાંત મહિલા અને પુરુ ટીમોના કાર્યક્રમો તેમ જ ભારતીય ટીમના સહયોગી સ્ટાફની નિમણૂંકને લઇને ચર્ચા પણ થનારી છે. આવા અનેક મોટા મુદ્દાઓને પણ એજન્ડામાં સામેલ કરવામાં આવ્યા છે. જે મુદ્દાઓ પર કોલકાતામાં યોજાનારી જનરલ મીટીંગ દરમ્યાન ચર્ચાઓ થશે.

 

આ પણ વાંચોઃ IND vs NZ: અજીંક્ય રહાણેને ટેસ્ટ ટીમના કેપ્ટનની જવાબદારી મળતા પૂર્વ ભારતીય ઓપનર નારાજ, કહ્યુ, જેને ટીમમાં સ્થાન નથી એને કમાન શાની?

આ પણ વાંચોઃ T20 Cricket: અંતિમ વિકેટના રુપમાં આ ગુજરાતી ક્રિકેટર ધમાલ મચાવી દીધી હતી, દશમી વિકેટ માટે વિક્રમી પાર્ટનરશિપ નોંધાવી હતી

 

Next Article