T20 World Cup 2021: પેપર ગણિતનુ અને અભ્યાસ ઇંગ્લીશનો ! BCCI એ ટીમ ઇન્ડિયાનો વિડીયો શેર કરતા જ ચાહકો ભડક્યા

|

Oct 29, 2021 | 10:50 PM

India Vs New Zealand: પાકિસ્તાન સામેની મેચ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ (Team India) આગામી રવિવારે ન્યૂઝીલેન્ડ સામે મેચ રમાનાર છે.

T20 World Cup 2021: પેપર ગણિતનુ અને અભ્યાસ ઇંગ્લીશનો ! BCCI એ ટીમ ઇન્ડિયાનો વિડીયો શેર કરતા જ ચાહકો ભડક્યા
Team India Huddle

Follow us on

T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં ભારતે હાર સાથે શરૂઆત કરી હતી. ટીમને પાકિસ્તાનથી પણ હાર મળી હતી, જે વર્લ્ડકપના ઈતિહાસમાં ક્યારેય ભારતીય ટીમ મેચ હારી નથી. શરૂઆત ખરાબ રહી હતી પરંતુ હવે ટીમ ઈન્ડિયા (Team India) તરફથી વાપસીની આશા છે. ભારતની આગામી મેચ પણ ઘણી કપરી છે કારણ કે સામે ન્યુઝીલેન્ડ (New Zealand) ની ટીમ છે જેનો ICC ઈવેન્ટ્સમાં વિરાટ & કંપની સામે સારો રેકોર્ડ છે. આ મેચ પણ તણાવપૂર્ણ રહેશે કારણ કે જો તે ન્યૂઝીલેન્ડ સામે ભૂલ કરે છે, તો ભારત સેમિફાઇનલની રેસમાં પાછળ પડી શકે છે. જોકે ભારતીય ટીમના ખેલાડીઓ દબાણ ઓછું કરવા પ્રેક્ટિસ કરી રહ્યા છે.

BCCIએ શુક્રવારે ભારતીય ક્રિકેટ ટીમનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં ખેલાડીઓ દુબઈના બીચ પર વોલીબોલ રમતા જોવા મળ્યા હતા. બધા ખેલાડીઓ લાંબા સમય સુધી વોલીબોલ રમ્યા અને આ દ્વારા તેમની વર્કઆઉટ પણ કરવામાં આવ્યુ હતુ. સાથે સાથે મોજ મસ્તી પણ કરવામાં આવી હતી. જોકે ભારતીય ટીમની વોલીબોલ પ્રેક્ટિસ ચાહકોને પસંદ નથી આવી રહી.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

 

પ્રથમ મેચ હારવાથી ગુસ્સે થયેલા એક પ્રશંસકે ટિપ્પણી કરી કે ટીમ ઈન્ડિયાનું પેપર ગણિતનું છે, પરંતુ તેઓ અંગ્રેજીનો અભ્યાસ કરી રહ્યા છે. જો કે, ચાહકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ખેલાડીઓ લાંબા સમયથી બાયો બબલમાં છે અને આવા સત્રો તેમને માનસિક શાંતિ આપવા માટે હોય છે.

 

Team India Playing Volleyball

 

ટીમ ઈન્ડિયા નેટ્સમાં ભારે પરસેવો પાડી રહી છે

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની મેચ માટે સખત પ્રેક્ટિસ કરી રહી છે. જ્યારે વિરાટ કોહલી મોટા શોટ મારવાની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો, તો ફાસ્ટ બોલરોએ પણ નેટ્સમાં જોરદાર પ્રેક્ટિસ કરી હતી. હાર્દિક પંડ્યાએ પણ બોલિંગની પ્રેક્ટિસ કરી હતી. જોકે, આ ખેલાડીએ હજુ ન્યુઝીલેન્ડ સામે રમવાનું નિશ્વિત નથી.

એવા અહેવાલ હતા કે જો હાર્દિક પંડ્યા બોલિંગ કરશે તો જ તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે. પંડ્યાને નિષ્ણાત બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન નહીં મળે. બોલિંગ માટે પંડ્યા કેટલો ફિટ છે તે અંગે કોઈ નક્કર માહિતી નથી. પરંતુ જો આ ખેલાડી ફિટ રહેશે તો ટીમ ઈન્ડિયાનું સંતુલન યોગ્ય રહેશે.

 

આ પણ વાંચોઃ  IPL 2022: અમદાવાદની ટીમ નો કોણ હોઇ શકે છે નવો કેપ્ટન, રવિન્દ્ર જાડેજા થી લઇ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સુધી દોડી રહી છે નજર!

આ પણ વાંચોઃ  French Open: પીવી સિંધુએ શાનદાર રમત સાથે ક્વાર્ટર ફાઈનલની ટિકિટ મેળવી, આ જોડી પણ જીતી ગઈ

Next Article