Sourav Ganguly: દાદા એ ખરીદ્યુ નવુ ઘર, 48 વર્ષ જુની હવેલીમાંથી નવા ઘરમાં શિફ્ટ થશે, કિંમત સાંભળીને દંગ રહી જશો
નવુ મકાન કોલકાતા શહેરની મધ્યમાં ખરીદવામાં આવ્યુ છે. સૌરવ ગાંગુલી (Sourav Ganguly) નો પરીવાર વર્ષોથી હાલના ઘર એટલે કે હવેલીમાં રહે છે, જેની પણ કિંમત કરોડોમાં અંકાય છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) હવે નવા ઘરમાં રહેવા જનારા છે. ગાંગુલી પરિવાર હાલમાં કોલકાતામાં એક હવેલીમાં રહે છે. સૌરવ ગાંગુલીએ કરોડોનો ખર્ચ કરીને વિશાળ નવુ ઘર (Sourav Ganguly New House) ખરીદ કર્યુ છે. જ્યાં હવે તે શિફ્ટ થઈ રહ્યો છે. નવુ મકાન કિંમત પ્રમાણે સ્વાભાવિક જ આલીશાન જ છે અને તેના નવા ઘરને લઈને ચર્ચાઓ પણ ખૂબ થવા લાગી છે. ચર્ચા પણ થાય જને કારણ કે દાદા ના ઘરની વાત છે, કારણ કે તેમનો પરીવાર પશ્વિમ બંગાળના રુઆબદાર અને અમીર પરિવારોમાંથી એક છે.
ગાંગુલીએ ખરીદેલુ નવુ મકાન કોલકાતા શહેરની મધ્યમાં આવેલુ છે અને જે શહેરના લોવર રોડન સ્ટ્રીટમાં છે. જે વિસ્તાર શહેરનો પોશ વિસ્તાર ગણવામાં આવે છે. દાદાનુ નવા ઘરની વાત કરી એ તો બે માળ ધરાવતા આ મકાનની બહાર સુંદર ગાર્ડન છે. તેની કિંમ લગભગ 40 કરોડ રુપિયા જેટલી થવા જઈ રહી છે. આમ હવે સૌરવ ગાંગલી હવે પોતાના વારસાગત મકાનના બદલે નવા મકાનમાં શિફ્ટ થશે. ગાંગુલી પરિવાર હાલમાં જે ઘરમાં રહે છે તેમાં તે 48 વર્ષથી રહે છે અને આ તે ઘર હવેલી સમાન છે. તેની કિંમત પણ હાલ કરોડો રુપિયા જેટલી થવા જાય છે.
દાયકાઓ પહેલા પિતાએ મોંઘુ ઘર બનાવ્યુ હતુ
સૌરવ ગાંગુલીના પિતા ચંડીદાસનો પ્રિન્ટનુ મોટુ કામકાજ હતુ. તેઓના ખૂબ ચાલી રહેલા વ્યવસાયમાંથી તેઓ અઢળક કમાણી કરી હતી અને દાયકાઓ પહેલા તેઓએ કોલકાતામાં હાલના ઘરનુ નિર્માણ કર્યુ હતુ. હવેલી સમાન આ ઘર શહેરના અમીર લોકો પૈકીના એક લોકોની ઓળખ હતુ. તે જમાનામાં સૌરવ ગાંગુલીના પિતાએ ખૂબ જ મોંઘુદાટ ઘર બનાવ્યુ હતુ અને જેમાં ગાંગુલી પરિવાર આજ સુધી રહી રહ્યો છે. ગાંગુલી અને તેના પરીવારની અનેક યાદો પણ હાલના ઘર સાથે જોડાયેલી છે. દેશ અને વિદેશના દિગ્ગજ ખેલાડીઓ ઉપરાંત બંગાળ અને દેશના દિગ્ગજ રાજકીય આગેવાનો પણ મુલાકાત લઈ ચુક્યા છે.
એક મીડિયા અહેવાલ મુજબ ગાંગુલીએ વાતચીતમાં કહ્યુ હતુ કે, હું નવા ઘરને ખરીદીને ખૂબ જ ખુશ છું. મારુ માનવુ છે કે, શહેરના મધ્યમાં રહેવુ ખૂબ જ આરામદાયક છે અને અહીં હું 48 વર્ષથી રહુ છું. તે સ્થાનને છોડવુ ખૂબ જ મુશ્કેલ છે.