વહુ ને લઈ વિવાદમાં રોજર બિન્ની! BCCI અધ્યક્ષને જાણીતી એંકર મયંતીને મામલે મળી નોટીસ
હજુ એક માસ અગાઉ જ ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે રોજર બિન્નીની પસંદગી કરવામાં આવી હતી. તેઓ સૌરવ ગાંગુલીના સ્થાને બોર્ડના વડા તરીકે ચાર્જ સંભાળ્યાના ટૂંકા સમયમાં જ હવે વિવાદ સર્જાયો છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ માં હવે ફરી એકવાર હિતોના ટકરાવનો વિવાદ સર્જાયો છે. હજુ ગત માસે જ બોર્ડના બોસ તરીકે ચાર્જ સંભાળનારા રોજર બિન્નીને લઈ આ વિવાદ સર્જાયો છે. તેમને એક નોટીસ મળી છે અને જેમાં બોર્ડના હિતોનો ટકરાવ થતો હોવાને લઈ મુદ્દો દર્શાવવામાં આવ્યો છે. રોજર બિન્ની પર હવે આ આરોપને આગામી 20 ડિસેમ્બર સુધીમાં સ્પષ્ટતા જણાવવાની છે. હિતોના ટકરાવનો મુદ્દો જાણીતી સ્પોર્ટ્સ એંકર મયંતિ લાંગરને લઈને સર્જાયો છે. જેને લઈ બોર્ડના એથિક્સ અધિકારીએ નોટીસ મોકલી આપી હતી. મયંતિ લાંગર બોર્ડ અધ્યક્ષની પુત્રવધુ છે.
બોર્ડના અધ્યક્ષ રોજર બિન્નીને લઈ સમાચાર એજન્સીના અહેવાલ મુજબ જાણકારી સામે આવી છે કે, તેમને હિતોના ટકરાવને લઈ નોટીસ પાઠવવામાં આવી છે. આ માટે બોર્ડ અધ્યક્ષે પોતાનો લેકિત જવાબ પણ મોકલી આપવાનો રહશે. જે માટેની સમય મર્યાદા 20 ડિસેમ્બર સુધીની છે. ફરીયાદ કરનાર સંજીવ ગુપ્તાએ આરોપ મૂક્યા છે કે, બિન્નીના પદ પર રહેતા હિતો જળવાતા નથી. હિતોનો ટકરાવ તેમની પુત્રવધુ મયંતિ લાંગરને લઈને છે. કારણ કે તે સ્ટાર સ્પોર્ટ્સમેમાં કામ કરે છે અને જે પ્રસારણ કર્તા પાસે ભારતીય ક્રિકેટની ડોમેસ્ટિક સિઝનના મીડિયા અધિકારો છે.
શુ કહ્યુ નોટીસમાં?
બીસીસીઆઈના અધિકારી શરને ગત 21 નવેમ્બરે નોટિસ પાઠવી હતી. જેમાં તેમણે લખ્યુ હતુ કે, “તમને જાણ કરવામાં આવે છે કે BCCIના એથિક્સ ઓફિસરને BCCIના નિયમ 38 (1) (a) અને નિયમ 38 (2) ના ઉલ્લંઘન અંગે ફરિયાદ મળી છે જે તમારા હિતોના ટકરાવ સાથે જોડાયેલ છે.” તદનુસાર, તમને 20 ડિસેમ્બર 2022ના રોજ અથવા તે પહેલાં ફરિયાદનો તમારુ લેખિત નિવેદન સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. આ જવાબના સમર્થનમાં એફિડેવિટ પણ દાખલ કરવી જોઈએ.
સ્પોર્ટ્સ એંકરિંગમાં જાણીતુ નામ છે મયંતિ
મયંતિ લાંગર સ્પોર્ટસ એંકરિંગમાં જાણીતુ નામ છે. લાંગર બોર્ડના અધ્યક્ષ રોજર બિન્નીના પુત્ર સ્ટુઅર્ટ બિન્નીની પત્નિ છે. બંને 2012 માં લગ્ન કર્યુ હતુ અને આમ બિન્ની પરિવાર સાથે તે જોડાઈ હતી. મયંતિ અને સ્ટુઅર્ટને એક પુત્ર પણ છે. મયંતિ લાંબા સમયથી સ્ટાર સ્પોર્ટસ સાથે જોડાયેલી છે અને ભારતીય ક્રિકેટ ટીમની અનેક મેચોમાં તે સ્ટાર સ્પોર્ટ્સના જુદા જુદા શોમાં જોવામાં મળે છે.
BCCIના 36મા અધ્યક્ષ બન્યા હતા
વિશ્વ કપ વિજેતા ટીમના સભ્ય રહેલા બિન્ની ઓક્ટોબરમાં BCCIના 36મા અધ્યક્ષ બન્યા હતા. તેમણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનું સ્થાન લીધું હતુ. તેઓ સિનિયર સિલેક્શન કમિટિનો પણ હિસ્સો રહી ચૂક્યા છે. બિન્નીએ કોચિંગ પણ કર્યું છે. મોહમ્મદ કૈફની કપ્તાનીમાં ભારતે 2000માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો ત્યારે બિન્ની તે ટીમના કોચ હતા. બિન્નીના પુત્ર સ્ટુઅર્ટ બિન્ની પણ ભારત તરફથી રમી ચુક્યા છે. રોજર બિન્નીએ ભારત માટે 27 ટેસ્ટ અને 72 વનડે રમી છે.