2023માં મહિલા ખેલાડીઓ રમશે IPLની પ્રથમ સિઝન, BCCI કરી રહ્યું છે આયોજન

Cricket : વર્ષ 2023થી BCCI મહિલા આઈપીએલ (Women IPL)ની પ્રથમ સિઝનના આયોજન માટે તૈયારીઓ શરૂ કરવા માંગે છે. પહેલી સિઝનમાં બીસીસીઆઈ (BCCI) કુલ 6 ટીમ સાથે મહિલા આઇપીએલ શરૂ કરી શકે છે.

2023માં મહિલા ખેલાડીઓ રમશે IPLની પ્રથમ સિઝન, BCCI કરી રહ્યું છે આયોજન
Women IPL (PC: IPLt20.com)
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Jun 01, 2022 | 5:13 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 15મી સીઝન 29 મેના રોજ પુરી થઈ ગઈ છે. જેમાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) દ્વારા આ સીઝનનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. જ્યારે આ સિઝન શરૂ થઈ ત્યારે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને સચિવ જય શાહ (Jay Shah)એ પણ વર્ષ 2023થી મહિલા IPLનું આયોજન કરવાની જાહેરાત કરી હતી. જેમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) ઘ હંડ્રેડ (The Hundred) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા મહિલા બિગ બેશ લીગ (Big Bash League)ના સફળ આયોજનને જોઈને દરેક લોકો મહિલા IPLના આયોજન માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. જેમાં બીસીસીઆઈ દ્વારા મહિલા આઈપીએલનું આયોજન કરવાની જાહેરાત બાદ વિશ્વ ક્રિકેટની વિવિધ મહિલા ક્રિકેટ ખેલાડીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ રમતને આગળ લઈ જવામાં તે એક મોટું પગલું સાબિત થશે.

જેના કારણે યુવા મહિલા ખેલાડીઓને પણ પ્રેરણા મળશે અને તેઓને તેમની પ્રતિભા દર્શાવવા માટે વધુ સારું પ્લેટફોર્મ પણ મળશે. હવે વર્ષ 2023 થી BCCI પ્રથમ વખત મહિલા IPLનું આયોજન કરવા માટે અત્યારથી જ તેની તૈયારીઓ શરૂ કરવા જઈ રહ્યું છે. ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ BCCIએ વર્ષ 2023માં મહિલા IPL માટે 2 વિન્ડો પસંદ કરી છે.

તેને લઈને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અન્ય લોકો સાથે પણ વાત કરી રહી છે. જેમાં લીગના ગ્રાઉન્ડની સાથે પ્લેઓફની મેચને લઈને પોતાનું તમામ આયોજન કરી રહ્યું છે. જેમાં માર્ચ 2023માં આ આયોજન કરવું સૌથી સારો સમય રહી શકે છે પણ જો તે સમયે મહિલા IPLનું આયોજન કરવામાં નહીં આવે તો સપ્ટેમ્બર મહિનામાં બોર્ડને બીજી વિન્ડો મળી છે.

BCCIને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડનો સાથ મળ્યો

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે મહિલા IPLના આયોજનને લઈને જાહેરાત કર્યા બાદ એ તમામ મહિલા ખેલાડીઓ અને પ્રશંસકો પર પણ ખુશી વ્યક્ત કરી હતી. આ સિવાય અહેવાલો પ્રમાણે બીસીસીઆઈ (BCCI) આ અંગે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ઉપરાંત ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) સાથે વાતચીત કરી રહ્યું છે. જેથી તે સમયે કોઈ આંતરરાષ્ટ્રીય શ્રેણીનું આયોજન ન થાય. આ કારણે તમામ મહિલા દિગ્ગજ ખેલાડીઓ પ્રથમ સિઝનમાં ભાગ લઈ શકે.

પ્રથમ સિઝનની વાત કરીએ તો BCCIએ તેને 6 ટીમો વચ્ચે આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ઘણી IPL ફ્રેન્ચાઈઝીએ પણ ટીમ ખરીદવામાં રસ દર્શાવ્યો છે. તેમાં મુખ્યત્વે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ (RR)નો સમાવેશ થાય છે. આ સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝી (CSK) પણ મહિલા આઈપીએલમાં પોતાની ટીમને મેદાનમાં ઉતારી શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati