BCCIને વર્ષે 3,700 કરોડની કમાણી સામે 4,800 કરોડ IPL ટીમને ચુકવવાથી મળી રાહત, જાણો શું હતો વિવાદ

|

Jun 16, 2021 | 7:17 PM

ફેન્ચાઈઝીએ મુંબઈ હાઈકોર્ટમાં BCCIને પડકાર્યુ હતુ. જે સમયે કોર્ટે નિવૃત્ત જજ સીકે ઠક્કરને મધ્યસ્થી નિયુક્ત કર્યા હતા. જેણે લગભગ એક વર્ષ પહેલા IPL ટીમને 4,800 કરોડ રુપિયા ચુકવવા માટે આદેશ કર્યો હતો. આ નિર્ણય બાદ BCCIએ આ મામલાને કોર્ટમાં પડકાર્યો હતો.

BCCIને વર્ષે 3,700 કરોડની કમાણી સામે 4,800 કરોડ IPL ટીમને ચુકવવાથી મળી રાહત, જાણો શું હતો વિવાદ
BCCI-IPL

Follow us on

IPLની રહેલી એક ટીમ ડેક્કન ચાર્જીસ (Deccan Chargers) વચ્ચે એક ખૂબ ચર્ચાસ્પદ વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં હવે BCCIને રાહતના રુપ નિર્ણય મળ્યો છે. કોર્ટે BCCIના પક્ષમાં હુકમ કર્યો છે. વર્ષ 2012નો આ વિવાદ ડેક્કન ચાર્જીસ હોલ્ડીંગ લિમિટેડ (DCHL) સાથે ફેન્ચાઈઝી કરારને સમાપ્ત કરવાને લઈને હતો. જેમાં BCCIએ DCHLને 4,800 કરોડ રુપિયા ચુકવી આપવાના કરેલા નિર્ણયને BCCIએ પડકાર્યો હતો. જેમાં આ રાહત મળી હતી.

 

અગાઉ જ્યારે આ મામલે ડેક્કન ચાર્જીસની ફેન્ચાઈઝીએ મુંબઈ હાઈકોર્ટમાં BCCIને પડકાર્યુ હતુ. જે સમયે કોર્ટે નિવૃત્ત જજ સીકે ઠક્કરને મધ્યસ્થી નિયુક્ત કર્યા હતા. જેણે લગભગ એક વર્ષ પહેલા IPL ટીમને 4,800 કરોડ રુપિયા ચુકવવા માટે આદેશ કર્યો હતો. આ નિર્ણય બાદ BCCIએ આ મામલાને કોર્ટમાં પડકાર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

વર્ષ 2012માં દેવામાં ડુબેલ IPL ટીમ ડેક્કન ચાર્જીસનો કોન્ટ્રેક્ટ સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો. જે ટીમનો માલિકી હક ડેક્કન ક્રોનિકલ્સ હોલ્ડીંગ પાસે હતો. જેથી તેણે કરાર સમાપ્ત કરાવાને લઈ મામલો કોર્ટમાં પડકાર્યો હતો. ડેક્કન ચાર્જીસને IPLમાંથી બહાર કરવા બાદ BCCIએ હૈદરાબાદની નવી એક ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદને ટૂર્નામેન્ટમાં સામેલ કરી હતી. જેનો માલિકી હક કલાનિધી મારન પાસે છે.

 

ડેક્કન ચાર્જીસની ટીમે એકવાર IPL ટાઈટલ પોતાને નામે કર્યુ હતુ. વર્ષ 2009માં એટલે કે IPLની બીજી સિઝનને ડેક્કન ચાર્જીસે જીતી હતી. ત્યારે આ ટીમના કેપ્ટન એડમ ગિલક્રીસ્ટ હતા. જ્યારે ટીમમાં રોહિત શર્મા પણ સામેલ હતો. ડેક્કન ચાર્જીસ ટીમ IPLથી બહાર થતાં રોહિત શર્માને મુંબઈ ઈન્ડીયન્સે પોતાની સાથે લીધો હતો. રોહિત શર્માએ મુંબઈને ચાર વાર IPL ટ્રોફી અપાવી છે.

 

ડેક્કને ટાઈટલ જીતવાના વર્ષે 14 કરોડ નફો કર્યો

2009માં ડેક્કન ચાર્જીસે IPL દ્વારા 14.8 કરોડ રુપિયા નફો કર્યો હતો. જે વર્ષે મુંબઈ ઈન્ડીયન્સે માત્ર 7 કરોડ રુપિયા નફો કર્યો હતો. જે સૌથી ઓછો નફો હતો. જ્યારે સૌથી વધુ નફો રાજસ્થાન રોયલ્સે 35.1 કરોડ રુપિયા કર્યો હતો.

IPL પછી BCCIની આવકમાં વધારો થયો

BCCIએ વાર્ષિક રિપોર્ટમાં બતાવ્યા મુજબ વર્ષ 2019-20ના દરમ્યાન 3,730 કરોડ રુપિયાની આવક કરી હતી. જે પૈકી 2,500 કરોડ રુપિયાની આસપાસની રકમ માત્ર IPL દ્વારા જ કમાણી કરી હતી. 2007માં BCCIને 1 હજાર કરોડ રુપિયાની આવક થઈ હતી. આમ IPL બાદ 273 ટકા આવકમાં વધારો થયો છે.

 

આ પણ વાંચો: WTC Final: ફાઈનલમાં વિરાટ કોહલીને સોનામાં સુગંધ ભેળવી શકવાની તક, આ વિશ્વ વિક્રમ પોતાને નામે કરી શકે

Next Article